પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણના કન્વેન્શન હોલ ખાતે કોલેજના નિવૃત્ત આચાર્ય અને લેખક દ્વારા પ્રકાશિત કરાયેલ ચંદ્રાવલોકન પુસ્તક તેમજ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ એચ.ઓડી અને એચ.ઓડી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સંકલિત કરાયેલ મેડીસીનલ હર્બ્સ નામના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.
પાટણની કોમર્સ કોલેજના નિવૃત્ત આચાર્ય દ્વારા ચંદ્રાવલોકન પુસ્તકનું લેખન કરી તેને પ્રકાશિત કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ એચ ઓ ડી, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આયુર્વેદ સમાન ઔષધિઓમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના 70 જેટલા વૃક્ષોનો અભ્યાસ કરી તેના પર મેડીસીન હર્બ્સ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં આદિકાળથી ઋષિમુનીઓએ અપનાવેલ ઔષધિ સમાન અરડુસી , તુલસી , ગળો , ગરમાળો સહિતના વિવિધ ઔષધિઓની આયુર્વેદલક્ષી માહિતી લોકહૃદય સુધી પહોંચે તેવા આશય સાથે આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ કુલપતિ ડો.જે.જે.વોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. ત્યારબાદ નિવૃત્ત આચાર્ય પ્રોફેસર ડો .સી.ડી.મોદી લિખિત ચંદ્રાવલોકન પુસ્તકનું વિમોચન ડો.મફતલાલ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું .જયારે મેડીસીન હર્બ્સ પુસ્તકનું વિમોચન કુલપતિ ડો.જે.જે.વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મણીલાલ પ્રજાપતિ , અસીત મહેતા , યુનિ ના રજીસ્ટાર ડો.રોહિત દેસાઇ સહિત પાટણના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.