નિર્ણય ન લેવાયો:ગુણ કૌભાંડમાં કાર્યવાહી કરવા માટે કારોબારી બોલાવવા કુલપતિનું મૌન

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલપતિ રજા પર જતાં કારોબારી અંગે શુક્રવાર સુધી નિર્ણય ન લેવાયો
  • સરકારની સાત દિવસની મુદ્દત સમાપ્તિના આરે છતાં કારોબારી અંગે સસ્પેન્સ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગુણ સુધારણા કૌભાંડ મામલે અધિક સચિવે દોષિત ઠરવેલા કુલપતિ સહિતના દોષિતો સામે 7 દિવસમાં કાર્યવાહી કરવા મામલે સરકારે યુનિવર્સિટીને આદેશ કર્યો હોવા છતાં સરકારના આદેશનો અનાદર કરવામાં આવી રહ્યો હોઈ તે રીતે કુલપતિ દ્વારા કારોબારી બોલાવવા અંગે કોઈ નિર્ણય જ લેવામાં ન આવતા શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે સરકારે મુકેલ બન્ને ઇસી સભ્યો સરકારના આદેશનું પાલન થાય માટે કારોબારી સત્વરે મળે માટે કુલપતિને સૂચન કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે.

યુનિવર્સિટીમાં એમબીબીએસ સુધારણા કૌભાંડમાં કુલપતિ સાહેબ દોષિતો સામે કાર્યવાહી કરવા માટે પોતે કુલપતિને કારોબારી બેઠક બોલાવવાની કરતા હોઈ સરકારની સાત દિવસની મુદત શનિવારે સમાપ્તિના આરે હોવા છતાં કુલપતિ રજા ઉપર ઉતરી આ બાબતે મોડી સાંજ સુધી પણ કારોબારી બેઠક બોલાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવતા તમામ સભ્યો વિમાશામાં મુકાયા છે.

ધારાસભ્યએ રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી
પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ દ્વારા શનિવારે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના કમિશનરને યુનિવર્સિટીમાં સરકારના આદેશ બાદ પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોઈ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઇ કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...