ઉત્તરવહી કૌભાંડ:પાટણ યુનિવર્સિટી ઉત્તરવહી ખરીદી કૌભાંડ મામલે ધારાસભ્યના આક્ષેપોને કુલપતિ જે જે વોરાએ પાયા વિહોણા ગણાવ્યા

પાટણએક વર્ષ પહેલા
  • યુનિવર્સિટી દ્વારા ઉત્તરવહીની ખરીદી નિયમો અનુસાર ટેન્ડર પ્રક્રિયા દ્વારા જ કરી એજન્સીને ચેક દ્વારા રકમ ચુકવવામાં આવી: જે જે વોરા

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2017-18માં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ડબલ ભાવમાં ઉત્તરવહી ખરીદી કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ મામલે પાટણના ધારાસભ્યે આક્ષેપો કર્યા હતાં. જે આક્ષેપોને યુનિવર્સિટીના કુલપતિ જે.જે વોરાએ પાયા વિહોણા ગણાવ્યાં હતા.

યુનિવર્સિટી ઉત્તરવહી ખરીદીમાં ગેરરીતિ મામલે પાટણ ધારાસભ્યનાં પાયા વિહોણા આક્ષેપોને ફગાવતા યુનિવર્સિટીના કુલપતિએ બુધવારના રોજ આ મામલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા ઉતરવહીની ખરીદી ટેન્ડર પ્રકિયા નિયમાનુસાર જ કરી હોય ખરીદીમાં કોઈપણ ગેરરીતિ ન હોવાનું કુલપતિ દ્વારા જણાવ્યું હતું.

આ બાબતે મળતી હકીકત મુજબ યુનિવર્સિટીમાં ઉત્તરવહી ખરીદવામાં તત્કાલીન કુલપતિ સહિત ઇસી સભ્યો સાથે મળી ડબલ ભાવમાં ઉત્તરવહી ખરીદી 4 કરોડો રૂપિયાનો ભષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એ.સી.બી દ્વારા તપાસ કરી ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં પિટિશન કરતા આ મામલે કોર્ટે ઉત્તરવહી ખરીદી મામલે રાજ્ય સરકાર તપાસ માટે એ.સી.બીને મંજૂરી આપે અને તાત્કાલિક આ મામલે તપાસ થાય તેવી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

હાલના કુલપતિ ડો. જે.જે વોરા એ સમયે ઇસી સભ્ય પણ હતા. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી નાં કુલપતિએ જણાવ્યું હતું કે, ઉત્તરવહી ખરીદી માટે ઓનલાઈન ટેન્ડર પ્રકિયા કરી હતી.એકથી વધુ ટેન્ડર આવતા નીચા ભાવ વાળાને પરીક્ષા વિભાગની જરૂયાત મુજબ જથ્થાનો ઓર્ડર આપી ખરીદી કરાઈ હતી.

ભાવ મામલે તેમને જણાવ્યું હતું કે, જૂની ઉત્તરવહી 4 રૂપિયા આસપાસ પડતી જે યુનિવર્સિટીમાં જ આવતી અને તેને કોલેજો સુધી મોકલતા ત્યારે આ ટેન્ડરમાં ઉત્તરવહી વોટર પ્રુફ અને સારા કાગળો વાળી ઉપરાંત ઉત્તરવહી યુનિવર્સિટીમાં લાવવાના બદલે સીધી ઓર્ડર આપેલ એજન્સીને કોલેજોમાં જ મોકલવાની શરત હતી. જેથી યુનિવર્સિટીનો ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટે આમ ખરીદીની શરતોમાં ફેરફાર અને ક્વોલિટી સુધારાના કારણે ભાવ વધુ થયો હતો અને તમામ પેમેન્ટ પણ ચેકથી અપાયું છે.

પારદર્શક રીતે ટેન્ડર પ્રકિયા કરી સમગ્ર ખરીદી કરાઈ હતી. કોઈપણ પ્રકારની ગેરરીતિ એમાં થઈ ન હોવાનું જણાવી પાટણનાં ધારાસભ્યનાં આક્ષેપોને કુલપતિ જે. જે વોરાએ પાયા વિહોણા લેખાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...