છેતરપિંડી:ચાણસ્માના ટ્રાન્સપોર્ટના વેપારીને અન્ય વેપારીએ ભાડાના બાકી નીકળતા રૂ. 3.96 લાખ ન આપતાં ફરિયાદ નોંધાઈ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજીરાથી માલ ભરીને ટ્રાન્સપોર્ટમાં હાલોલની ફેક્ટરીએ પહોંચાડ્યો હતો
  • કુલ રૂ. 7.21 લાખની રકમમાંથી 3.25 લાખ ચુકવ્યા, બાકીના ચુકવવાના વાયદા કરતા હતા

ચાણસ્મા નગરમાં ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થી સાથે અન્ય એક વેપારીએ ટ્રાન્સપોર્ટના ભાડાના રૂ. 3 લાખ 96 હજાર 162ની રકમ બાકી રાખી હતી. જે રકમની ઉઘરાણી કરવા છતાં ખોટા વાયદા કરીને તે ચૂકવતો ન હોવાથી તેની સામે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ચાણસ્મામાં ન્યુ ઓરીએન્ટ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં નરેન્દ્રભાઇ ખોડાભાઇ સાથે હાલોલના વાવ વિસ્તારની જયલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્રોપાયટર જીજ્ઞેશભાઇ જસવંતભાઇ રાવલે પરિચય કરીને તેમનો સલ્ફરનો માલ હજીરાથી લઇને તેમના ત્યાં લઇ જવા માટે સંપર્ક કર્યો હતો. જેમાં નરેન્દ્રભાઈએ તેમણે તેમનો માલ હજીરાથી જીજ્ઞેશભાઇની ફેક્ટરી ખાતે 2020-21 દરમિયાન અલગ અલગ તારીખે મોકલી આપ્યો હતો. જેના ભાડા પેટે રૂા. 7 લાખ 21 હજાર 162 લેવાના નીકળતાં હોવાથી તેમણે રૂ. 3 લાખ 25 હજાર ચુકવી આપ્યા હતા અને બાકીના રૂ. 3 લાખ 96 હજાર 162 લેવાના નીકળતા હોવાથી તેની વારંવાર ઉઘરાણી કરવા છતાં તેમણે વાયદા કરીને પૈસા નહિં ચુકવતાં નરેન્દ્રભાઇએ તેમને નોટીસ મોકલી હતી.

છતાં પૈસા ન આપતાં ફોન પર વાત કરતાં જીજ્ઞેશભાઇએ ઉડાઉ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરીને નરેન્દ્રભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. 420, 406 મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...