તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજ પ્રથમ:ચાણસ્માનાં ટ્રાફિક જમાદાર હાથે ફ્રેક્ચર હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહ્યાં

પાટણ14 દિવસ પહેલા
 • કોરોનાના કપરા સમયમાં માનવી જ માનવીના ઉપયોગમાં આવે તેજ સાચી સેવા : જમાદાર

કોરોના મહામારીમાં ચાણસ્માના પોલીસ કર્મી પોતાની ફરજ પ્રત્યેના લગાવને કારણે હાથમાં ફેક્ચર હોવા છતાં પોતાના દર્દની ચિંતા કર્યા વિના પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. જેમાં અન્ય પોલીસ કર્મચારીઓને પણ પોતાની ફરજ પ્રત્યે લગાવ રાખવાની પ્રેરણા આપી રહ્યાં છે.

લોકો સેવા માટે પોતાના દુઃખની પરવા કર્યા વિના ફરજ પર હાજર

પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે ટ્રાફિક જમાદાર તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા અશોકભાઈ ચૌધરીને અગમ્ય કારણોસર હાથે ફેક્ચર થતાં તેઓએ પોતાની સારવાર કરાવી કોરોનાની મહામારીનાં કપરાં સમયને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ પ્રત્યેના લગાવ તેમજ લોકોની સેવા માટે પોતાના દુઃખની પરવા કર્યા વિના ફરજ પર હાજર થઈને ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે.

આરામ કર્યા વિના પોતાની ફરજ પર હાજર થયા

અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ કોરોના રોગના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. અત્યારે પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રજાની સુખાકારી માટે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. ત્યારે 10 દિવસ પહેલા ચાણસ્મા પોલીસ મથકમાં ટ્રાફિક જમાદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ચૌધરીને હાથે ફેક્ચર થતા તેઓએ તાત્કાલિક સર્જરી કરાવી એક પણ દિવસનો આરામ કર્યા વિના પોતાની ફરજ પર હાજર થઈ રોજની જેમ કામ કરી રહ્યાં છે.

હું મારી ફરજ પ્રત્યે લગાવને કારણે હાજર થયો

ત્યારે આ બાબતે અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીને કારણે કોઈપણને તકલીફ ન પડે તે માટે હું મારી ફરજ પ્રત્યે લગાવને કારણે હાજર થયો છું. અને અન્ય પોલીસ કર્મચારીઓને પણ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ભુલ્યા વિના કામ કરવાથી પરમાત્મા પણ રાજી રહેતાં હોવાનો સંદેશો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો