તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સુરત શહેર સહિતના ચોરીના ગુનાઓમાં નાસ્તાફરતા આરોપીઓને ચાણસ્મા પોલીસે ઝડપ્યા

પાટણ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના તસ્કરો પકડાયા

સમગ્ર પાટણ સહિત રાજ્યમાં ચોરીના ગુનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે રેન્જ આઈજીની સુચના તેમજ પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાના આધારે પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરની પોલીસ દ્વારા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે ચાણસ્મા પોલીસ સ્ટેશનના કેતન પટેલને મળેલી બાતમીના આધારે ચાણસ્માના સરદાર ચોક ચાણસ્મા શહેરમાં ફરતા તસ્કરોને ઝડપી પાડવા સધન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ત્યારે સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનાના તસ્કરોને ઝડપી પાડવામાં ચાણસ્મા પોલીસ સફળ રહી હતી.

ચાણસ્મા પોલીસ મથકથી મળતી વિગતો મુજબ અગાઉ સુરતના અડાજણ ગામેથી મોબાઇલ તેમજ લયુનાચોરીના ચોરીના કેસમાં નાસતા ફરતા આરોપી રોહિત દેવીપુજક ઉંમર વર્ષ 20 રહેઠાણ અડાજણ સુરત તેમજ અજય ભાઈદેવીપુજક ઉંમર વર્ષ 19 રહેઠાણ ચાણસ્માનો વાઘરીવાસને ઝડપી પાડવામાં ચાણસ્મા પોલીસ સફળ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો