કેનાલ તૂટતાં ખેડૂતોને હાલાકી:ચાણસ્મા-પાલોલી માઇનોર કેનાલ તૂટી જતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યાં

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિ સિઝનના પાકોમાં લાખોનું નુકશાન, ખેડૂતોની 'પડતા પર પાટું' જેવી સ્થિતિ

પાટણ જિલ્લામાં અવાર નવાર કેનલો તૂટવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ચાણસ્મા તાલુકાના કંબોઈ સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાલોલી તરફની માઇનોર કેનાલ કાઢવામાં આવી છે. પરંતુ તંત્રના ભ્રષ્ટાચારના કારણે બનાવાયેલી પાલોલી માઇનોર કેનાલ તૂટી જતા કેનાલનાં પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા હાલમાં વાવેતર કરાયેલા રવિ સિઝનના પાકોમાં ખેડૂતોને લાખોનું નુકશાન થયું હતું.

ચાણસ્મા પંથકના ખેડૂતોએ ખેતી મજબૂત બને અને આર્થિક ક્ષેત્રે પણ સધ્ધરતા આવે તે હેતુથી તેમની મોંઘામૂલી જમીન નર્મદાની મુખ્ય કેનાલ બનાવવા માટે આપી હતી. પરંતુ તંત્ર દ્વારા કેનાલનું હલકી ગુણવત્તાવાળુ બાંધકામ બનાવતાં કેનાલ તૂટવાના બનાવો બને છે. જેના અનુસંધાને કંબોઈ નજીક પસાર થતી પાલોલી માઇનોર કેનાલ તૂટી જતા કેનાલનું બધું પાણી ખેતરોમાં ભરાઈ ગયું હતું. જેને પગલે હાલના રવિ સિઝનના પાકોમાં મોટું નુકશાન જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઉપરાંત નર્મદા વિભાગને પણ આ માઇનોર કેનાલને તાત્કાલિક રીપેરીંગ કરાવવા માટે રજૂઆત કરવા છતાં પણ નર્મદાના કોઈ અધિકારી સાંભળવા પણ તૈયાર ન હોવાનું કંબોઇના ખેડૂત મયુર સિંહ સોલંકી અને રાજુભાઈ માણેકલાલ જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...