તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:ચાણસ્મા બેઠકના ધારાસભ્ય કેબિનેટ મંત્રીએ સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ માટે રૂ .1 કરોડ ફળાવ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના કાયમી પ્લાન નાખવામાં આવશે

પાટણમાં કોરોના સંક્રમણ વધ્યું છે. તથા આરોગ્ય વ્યવસ્થા બધા દર્દીઓને મળે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે. જેમાં ચાણસ્મા બેઠકના ધારાસભ્ય કેબિનેટ મંત્રીએ સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ માટે રૂ .1 કરોડ ફળાવ્યા છે. જે ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના કાયમી પ્લાન નાખવામાં આવશે. અને સ્થાનિક લોકો અને દર્દીઓને લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી

કોવિડ 19 ની મહામારીમાં સમગ્ર દેશ સહીત ગુજરાતમાં ઓક્સિજનની ખુબજ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઉભી થઈ હતી. અને પંદર દિવસ સમગ્ર રાજ્યમાં એક સાથે કોરોના સંક્રમણ વધી ગયું હતુ. જેના કારણે ગુજરાતના દવાખાનાઓમાં બેડ ઓક્સિજન અને વેન્ટિનેટર ખૂટી પડ્યા હતાં. જેના કારણે અનેક લોકોના મૃત્યુ થયાં હતાં. સ્મશાનોમાં અગ્નિસંસ્કાર કરવા લાઈનો લાગી ગઇ હતી. ત્યારે રાજ્ય સરકાર હવે જાગૃત થતા સિવિલ હોસ્પિટલોમાં વ્યવસ્થાઓ કરવા કામે લાગ્યા છે.

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના કાયમી પ્લાન નાખવામાં આવશે

આવનારા સમયમાં ઓક્સિજનને પહોચી વળવા ચાણસ્મા વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે તેમની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અગાઉ ચાણસ્મા, હારિંજ, સમી, શંખેશ્વર, સરકારી રેફરલ હોસ્પિટલમાં રૂ.15.75 લાખ ઓક્સિજન બોટલો માટે ફળવ્યા હતાં. જ્યારે બુધવારે ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે ચાણસ્મા હારીજ સમી અને શંખેશ્વરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના કાયમી પ્લાન નાખવામાં આવશે. અને સ્થાનિક લોકો અને દર્દીઓને લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...