દીકરીઓનું સન્માન:શંખેશ્વર ખાતે "દીકરી વંદના" કાર્યક્રમ હેઠળ 145 દીકરીઓને સન્માન સમારોહ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વરના પ્રાંગણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ઇન્ટરનેટ પ્રોગ્રેસીવ-વર્લ્ડ જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ઉપક્રમે "દીકરી વંદના" કાર્યક્રમ અંતર્ગત 145 દીકરીઓને ગુડ ડિડ્સ ફાઉન્ડેશને દત્તક લીધેલ હતી તે બદલ 145 દીકરીઓના સન્માન સમારોહ કાયૅક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા તથા પૂ.સાઘ્વીજી શ્રી સુનંદિતાશ્રીજી મ.સા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મહેમાનોનું સ્વાગત,દીપ પ્રાગટય, બાલિકાઓ દ્વારા નૃત્ય ગિત અને ત્યારબાદ ઉપસ્થિત રહેલ મહેમાનોનું બહુમાન સાથે સ્વાગત ગીત,નૃત્ય ગીત તથા સ્ટાફ ગાણનું જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ દ્વારા બહુમના કરવામાં આવેલ આવ્યું હતું.

આ પ્રસંગે ગુડ ડિડ્સ ફાઉન્ડેશન અને H.D.F.C દ્વારા કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠનું સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ડીરેક્ટર,કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠએ દાતા પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી.

આ પ્રસંગ આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મનીષભાઈ શાહ,ગુ.પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ યોગેશભાઈ ગઢવી,નાયબ ટી.ડી.ઓ શંખેશ્વર-જે.એલ દેસાઈ,H.D.F.C ક્લસ્ટર હેડ વિકાસભાઈ કાલરીયા, H.D.F.C રાધનપુરના મેનેજર કિરીટભાઈ,ભરતભાઇ શેઠ, નવીનભાઈ ભોજક,ગુડ ડિડ્સ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નેહાબેન શાહ,જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ડાયરેક્ટર,કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠ,અમિષાબેન દેઢિયા,ચાર્મી બેન, નિશાબેન વિગેરે ઉપસ્થિત રહેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવતદાનભાઈ ગઢવીએ કર્યું હતું. આ પ્રસંગે ગુડ ડિડ્સ ફાઉન્ડેશને એક સાચા અર્થમાં શિક્ષણ પ્રેમી બનીને દીકરીઓને દત્તક લઈ એક જબરદસ્ત શિક્ષણ નું કાર્ય કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...