ખેલ મહાકુંભ અંતર્ગત પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ મધ્ય ઝોનની અંડર-17 બાસ્કેટ બોલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. આજે શરૂ થતી મધ્ય ઝોનની ઓપન કેટેગરીની બાસ્કેટ બોલ સ્પર્ધામાં અમદાવાદ શહેરની ટીમ વિજેતા બની હતી. જ્યારે મહેસાણાની ટીમ રનર્સ અપ જાહેર થઈ હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ આધુનિક સુવિધાઓથી યુક્ત રમતગમત સંકુલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ થકી સ્પોર્ટ્સ ક્ષેત્રે યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રોજિંદા જીવનમાં ખેલકૂદનો સમાવેશ કરવાથી વ્યક્તિત્વ વિકાસની સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતરનો અવસર પણ ખેલ મહાકુંભ થકી પ્રાપ્ત થાય છે. નાની ઉંમરથી જ પોતાને ગમતી રમતમાં આગળ વધવાની તક મળી છે. ત્યારે ખેલદિલી સાથે જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજયી થાઓ તે માટે તમામ શુભેચ્છાઓ પાઠવું છું.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર પાટણ, દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત તથા જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણના સહયોગથી ખેલ મહાકુંભ અંતર્ગત ભાઈઓ માટે તા.15/05/2022 થી તા.22/05/2022 સુધી મધ્ય ઝોનની અંડર-17 બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મધ્ય ઝોનના જિલ્લાની કુલ 8 ટીમો વચ્ચે વિજેતા થવા મુકાબલો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.