નિરીક્ષણ:કેન્દ્રીય ઓબ્ઝર્વર સર્વેશ સીંઘે પાટણ માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટરની મુલાકાત લીધી

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના ઉપલક્ષમાં પાટણ જિલ્લામાં ચાર વિધાનસભા મતદાર વિભાગોમાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી-પાટણ ખાતે એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટર કાર્યરત છે. આજરોજ 18-પાટણ અને 19- સિદ્ધપુર વિધાનસભા બેઠકના કેન્દ્રીય ઓબઝર્વર (ખર્ચ) સર્વેશ સીંઘ જિલ્લા માહિતી કચેરી-પાટણ ખાતે કાર્યરત એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટરની મુલાકાત કરીને બંને પ્રક્રિયાઓની કાર્યપદ્ધતિનું નિરીક્ષણ અને આકલન કર્યું હતુ.

જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજકીય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં પાટણને લગતી બાબતોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.એમ.સી.એમ.સી. અને ઇ.એમ.સી. સેન્ટરની મુલાકાતે આવેલ કેન્દ્રીય ઓબઝર્વરશ્રી (ખર્ચ) સર્વેશ સીંઘ 24 કલાક માટે કાર્યરત ઈ.એમ.સી.ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તદઉપરાંત સોશિયલ મિડીયા, ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાનું મોનિટરીંગ કઈ રીતે થાય છે તે અંગે પણ જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. એમ.સી.એમ.સી.ના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે એમ.સી.એમ.સી.ની કાર્યવ્યવસ્થા, મેનપાવર, રિપોર્ટીંગ, પ્રેસ રીલીઝ, પ્રેસ કટીંગ્સ, તેમજ સમગ્ર એમ.સી.એમ.સી. સેન્ટરની કાર્યપદ્ધતિ અંગે કેન્દ્રીય ઓબ્ઝર્વર સર્વેશ સીંઘને અવગત કર્યા હતા.

ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર-પ્રસાર થતા હોય છે જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમ.સી.એમ.સી સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટરની કેન્દ્રીય ઓબ્ઝર્વરની મુલાકાત પ્રસંગે એમ.સી.એમ.સી.ના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, સિનિયર સબ એડિટર મિલીંદ ડાભી, માહિતી મદદનીશ રીંકલ પરમાર, ફિલ્મઓપરેટર બી.પી.બુસા તેમજ જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમ.સી.એમ.સી સેન્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...