વિધાનસભા ચૂંટણી:પાટણમાં કેન્દ્રીય ઓબ્ઝર્વરે એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી સેન્ટરની મુલાકાત લઈ પ્રક્રિયાઓની કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કર્યું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના ઉપલક્ષમાં પાટણ જિલ્લામાં ચાર વિધાનસભા મતદાર વિભાગોમાં યોજાનારી ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી-પાટણ ખાતે એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટર કાર્યરત છે. આજરોજ 16-રાધનપુર અને 17-ચાણસ્મા વિધાનસભા બેઠકના કેન્દ્રીય ઓબઝર્વર (ખર્ચ) સુશાંતા કુમાર મિશ્રાએ જિલ્લા માહિતી કચેરી-પાટણ ખાતે કાર્યરત એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટરની મુલાતાક કરીને બંને પ્રક્રિયાઓની કાર્યપદ્ધતિનું નિરીક્ષણ અને આકલન કર્યું હતું.

પાટણને લગતી બાબતોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે
જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યાં છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજકીય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં પાટણને લગતી બાબતોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ઓબ્ઝર્વરે ઈ.એમ.સી.ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી
આજરોજ એમ.સી.એમ.સી. અને ઇ.એમ.સી. સેન્ટરની મુલાકાતે આવેલા કેન્દ્રીય ઓબ્ઝર્વર (ખર્ચ) સુશાંતા કુમાર મિશ્રાએ 24 કલાક માટે કાર્યરત ઈ.એમ.સી.ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તદઉપરાંત સોશિયલ મીડિયા, ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાનું મોનિટરીંગ કઈ રીતે થાય છે, તે અંગે પણ જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી માટેના ખર્ચ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટર મારફતે થઈ રહેલી પેઈડ ન્યુઝ અંગેની સમયસર અને સમુચિત કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.

શાંતિમય વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરવા સેન્ટર ઉભું કરાયું
ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર-પ્રસાર થતા હોય છે. જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમ.સી.એમ.સી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
કાર્યપદ્ધતિ અંગે કેન્દ્રીય ઓબ્ઝર્વરને અવગત કરાયાં
એમ.સી.એમ.સી.ના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે એમ.સી.એમ.સી.ની કાર્યવ્યવસ્થા, મેનપાવર, રિપોર્ટીંગ, પ્રેસ રીલીઝ, પ્રેસ કટીંગ્સ, તેમજ સમગ્ર એમ.સી.એમ.સી. સેન્ટરની કાર્યપદ્ધતિ અંગે કેન્દ્રીય ઓબ્ઝર્વર સુશાંતા કુમાર મિશ્રાને અવગત કર્યા હતા.
વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા
એમ.સી.એમ.સી અને ઈ.એમ.સી. સેન્ટરની કેન્દ્રીય ઓબ્ઝર્વરની મુલાકાત પ્રસંગે એમ.સી.એમ.સી.ના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, સિનિયર સબ એડિટર મિલીંદ ડાભી, માહિતી મદદનીશ રીંકલ પરમાર, ફિલ્મ ઓપરેટર બી.પી.બુસા તેમજ જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમ.સી.એમ.સી સેન્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...