તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદો:સેલ ફાયનાન્સ કોલેજના પ્રાદ્યાપકોને રૂ. 10000 પગાર વધારો

પાટણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરવલ્લીના માલપુર, બેચરપુર અને મહેસાણાના ડભોડામાં નર્સિંગ કોલેજ માટે એલઆઈસી કમિટિની નિમણૂંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઇસી બેઠકમાં છાત્રો અને પ્રાદ્યાપકોને ધ્યાને લઇ મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં નવીન વર્ષમાં સેલ ફાયનાન્સમાં ભરતી થતા ક્વોલીફિકેશન વાળા પ્રાદ્યાપકોને ફિક્સ વેતનમાં 10 હજારનો વધારો સહીત કેમ્પસમાં નવીન ફાયર સેફટી અને એસ.આઈના કોર્ષ શરૂ કરવા સહીત નવીન 4 કોલેજો શરૂ કરવા સહિત વહીવટી અને પરીક્ષા લક્ષી બાબતોને મંજૂરી આપાઈ હતી.

યુનિવર્સિટીમાં ગુરુવારે કુલપતિ ડૉ.જે.જે. વોરાની અધ્યક્ષતામાં કારોબારી સભ્યોની બેઠક મળી હતી. જેમાં નવીન કોલેજો સારું કરવા મામલે આવેલ મંજૂરીઓ અનુસંધાન ચર્ચા બાદ અરવલ્લીના માલપુરા અને બેચરપુરા અને મહેસાણાના ડભોડામાં મળી 3 નવીન નર્સિંગ કોલેજ અને શૈક્ષણિક વર્ષ 2021 -22માં બનાસકાંઠાના ખોડા ખાતે નવીન એક એમએસસીની કોલેજની મંજુર માટે એલઆઈસી કમિટિની નિમણૂંક કરાઈ છે.

વિજાપુરમાં બે કોલેજોમાં ફાયર સેફટી અને એસ.આઈ કોર્ષની મંજૂર કરાયા હતા. પરીક્ષા દરમ્યાન નોંધાયેલ ચોરી કેસ મામલે શુદ્ધ સમિતિના એહવાલ સહીત ડીન અને બાંધકામ વગેરેની બેઠકોની કાર્ય સૂચિઓને મજુર કરવામાં આવી હતી. આ બેઠકમાં રજિસ્ટ્રાર ડી.એમ.પટેલ, ઇસી સભ્ય શૈલેષ પટેલ, સ્નહેલ પટેલ, હરેશ ચૌધરી, દિલીપ ચૌધરી, અશોક શોફ, અનિલ નાયક સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

પ્રાદ્યાપકોના વેતનમાં 10 ટકા વધારો કર્યો.
યુનિવર્સિટી દ્વારા સેલ ફાયનાન્સ કોલેજમાં દર વર્ષે કરાર આધારિત પદ્યાપકોની ભરતીમાં 20 હજાર ફિક્સ વેતન આપવામાં આવે છે. ત્યારે હવે નવીન ભરતીઓમાં જે પદ્યાપકો ક્વોલિફાઈડ હોઈ તેમને વેતનમાં 10 હજારનો વધારો કરી 30 હજાર ડિક્સ વેતન કરવામાં આવ્યું છે.જો તે ક્વોલિફાઈડ નહીં હોય તો કોલેજો દ્વારા નક્કી કરેલ ફિક્સ વેતન જ મળશે તેવું રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ. પટેલે જણાવ્યું હતું.

યુનિ કેમ્પસમાં ફાયર સેફટી અને એસ.આઈના કોર્ષ શરૂ થશે
યુનિવર્સિટી કેમ્પસ ખાતે પાટણ સહીત ઉ.ગુના છાત્રો માટે સ્પેશ્યલ કોર્ષમાં ફાયર સેફટી અને એસ.આઈનો સેલ ફાયનાન્સ કોર્ષ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બન્ને કોર્ષમાં 80 બેઠકો રહેશે. અને 32 હજાર જેટલી ફી નક્કી કરવામાં આવશે. આ કોર્ષ શરૂ કરવા માટે ઇસી બેઠકમાં સર્વેનુંમતે મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો