રમઝાન ઇદની ઉજવણી:પાટણ જિલ્લા અને શહેરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી, ઈદગાહ ખાતે મૌલવી, ટ્રસ્ટીઓ અને મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈદગાહ ખાતે ભાજપ, કોંગ્રેસના આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી
  • ઈદગાહ સહિત પાટણ જિલ્લામાં વિવિધ મસ્જિદોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટણ શહેર અને જિલ્લામાં આજે મંગળવારે મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ)ની મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાઝ સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇ અદા કરી હતી.

પાટણના સિદ્ધિ સરોવર ખાતે સામે આવેલા ઈદગાહ ખાતે મંગળવારે સવારે 8 વાગે ટ્રસ્ટીઓ અને મૌલવી સહિત મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહી રમઝાન ઈદ ની નમાજ અદા કરી હતી. ત્યારબાદ એકબીજાને ગળે મળી રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તો ઈદગાહ ખાતે ભાજપ, કોંગ્રેસના આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. ઈદગાહ સહિત પાટણ જિલ્લામાં વિવિધ મસ્જિદોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

શહેરના રખતાવાડા ખાતે સાડા છ વાગ્યે, મદ્રસા કંઝે મરગુબ ખાતે પોણા સાત વાગ્યે, રેલ્વે સ્ટેશન બદરીયા મસ્જીદમાં પોણા સાત વાગ્યે, સમીકી મસ્જિદ (મર્કઝ) ખાતે સાત વાગ્યે, જૂના પાવર હાઉસ ગુંન્ન મસ્જિદ ખાતે સવા સાત વાગ્યે, જામે મસ્જિદ ખાતે સાડા સાત વાગ્યે, ઇદગાહ ખાતે આઠ વાગ્યે, હજરત મૌલાના મોહંમદ બિન તાહિર (રે.એ) ખાતે સાડા આઠ વાગ્યે સવારે નમાજ અદા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...