તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા શરૂ:પાટણમાં 30ની બેંચ મુજબ સરકારી કર્મચારીઓની CCCની પરીક્ષા શરૂ

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 600 કર્મીઓ પરીક્ષા આપશે, ડિસેમ્બરના અંતમાં પરિણામ જાહેર થશે

હેમ.યુનિવર્સિટી કેમ્પસમાં ગણિત વિભાગમાં સરકારી કર્મચારીઓની CCCની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં કોરોનાને લઇ 50ના બદલે હવે 20ની સંખ્યા ઘટાડી, 30-30 ની બેંચ બનાવી પરીક્ષાઓ લેવાઈ રહી છે.600 જેટલા કર્મચારીઓ પરીક્ષા આપનાર છે. ડિસેમ્બરના અંતમાં તમામના રિઝલ્ટ જાહેર થશે.

સરકારી કર્મચારીઓને સી.સી.સી.ની પરીક્ષા પાસ કરવી સરકાર દ્વારા ફરજિયાત કરી છે.ત્યારે યુનિવર્સિટીના ગણિત વિભાગમાં ચાલતા સી.સી.સી. સેન્ટરમાં હાલમાં નોંધણી અને પરીક્ષા બન્ને શરૂ થઈ છે. 1 ડિસેમ્બરથી નોંધણી થયેલ 600 જેટલા સરકારી કર્મીઓની પરીક્ષાઓ શરૂ થઈ છે. સેન્ટરમાં પહેલા 50 કર્મીઓની બેંચ પાડી પરીક્ષાઓ લેવાતી હતી. પરંતુ કોરોનાને લઇ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રીતે બેઠક વ્યવસ્થા રાખવા માટે બેંચમાં 20ની સંખ્યા ઘટાડી 30 કર્મીઓની બેંચ બનાવી પરીક્ષાઓ લેવાઈ રહી છે.

સંખ્યાની વહેંચણી થતા હવે પરીક્ષાઓના દિવસોમાં વધારો થશે. હાલમાં જે કર્મીઓ સી.સી.સી.ની પરીક્ષાઓ આપવા માંગતા હોય તેઓ નોંધણી કરાવી શકે છે. ડિસેમ્બર અંત સુધીમાં શરૂ થયેલ પરીક્ષાઓના પરિણામ જાહેર થશે. તેવું ર્ડા.એમ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો