વિકાસના કામોના શ્રીગણેશ:પાટણ શહેરના ગુણવંતા હનુમાનથી નાગરવાડા સુધીના સી.સી. રોડની કામગીરીનો પ્રારંભ કરાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ નગરપાલિકાના સત્તાધીશોની વિકાસલક્ષી કામગીરી સરાહનીય બની છે: કે.સી.પટેલ

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારનાં બાકી રહેલા રોડનાં કામો મંજૂર કરી બાકી વિસ્તારમાં રોડ-રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બુધવારના રોજ શહેરના વોર્ડ નંબર-7ના ગુણવંતા હનુમાનથી નાગરવાડા સુધીના ટ્રીમીક્ષ સી.સી.રોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ રોડનાં કામનાં આરંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનાં સતાધીશોની શહેરને વિકાસશીલ બનાવવા હાથ ધરવામાં આવેલાં વિકાસ કામોની સરાહના કરવામાં આવી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન, નગરપાલિકાના કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...