તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધામ પર રેડ:માંડવી વાઘપુરા અને રણાવાડા ગામેથી રોકડ રૂ. 29,240 સાથે 16 જુગારી ઝબ્બે

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમી પોલીસે બાતમી આધારે ત્રણ જુગારધામ પર રેડ કરી
  • માંડવીથી 7, વાધપુરાથી 5 અને રણાવાડાથી 4 જુગારી ઝડપાયા

સમી પોલીસ બાતમી અાધારે બુધવારે હારજીતનો જુગાર રમતા 16 શકુનીઅોને રોકડ રકમ રૂ. 29240 સાથે ઝડપી પાડ્યા હતા. તમામ સામે સમી પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધયો હતો.સમીના માંડવી ગામે જુગાર રમતા 7 શકુનીઅોને રોકડ રૂ. 14430 સાથે ઝડપાયા હતા. જયારે વાઘપુરા ગામે જુગાર રમતા 5 શકુનીઅો રોકડ રૂ. 12610 સાથે ઝડપાયા હતા. જ્યારે રણાવડા ગામે જુગાર રમતા 4 શકુનીઅોને રોકડ રૂ. 2220 સાથે ઝડપી પાડી તમામ સામે સમી પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધાયો હતો.

ઝડપાયેલા શકુનીઓ
માંડવી :
રાવળ મંગાભાઇ બબાભાઇ, ઠાકોર મગનજી ડાયાજી, ઠાકોર ભરતભાઇ ઇશ્વરભાઇ, વલ્મીકી ચમનભાઇ દેવસીભાઇ, ઠાકોર બચુજી મેમાજી, ઠાકોર વિક્રમભાઇ સવસીભાઇ, રાવળ બલાભાઇ અજમલભાઇ

વાઘપુરા : ઠાકોર પ્રભુજી છગનજી, ઠાકોર મુળજીભાઇ દલુભાઇ, ઠાકોર રાયચંદજી વેરશીજી (રહે.સીંગોતરીયા), ઠાકોર દિનેશભાઇ મહાદેવભાઇ, ઠાકોર રતિલાલ ભુદરભાઇ (રહે.વાઘપુરા)

રણાવાડા : ભાવાજી ધરમશીજી ઠાકોર, વસંતકુમાર હરીદાસ સાધુ, પરાગજી છગનજી ઠાકોર, નરેન્દ્રકુમાર દાનાભાઇ વણકર

અન્ય સમાચારો પણ છે...