તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:કુણઘેરમાં કેસો વધતા ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ બનાવવા માંગ

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ, ડેલીગેટ સહિતનું કલેકટર અને ધારાસભ્યને આવેદન

કુણઘેર ખાતે વધતા સંક્ર્મણને લઇ લોકોની સારવાર માટે રૂરલ હેલ્થ ટ્રેનિંગ સેન્ટરમાં 3 હોલ અને 27 રૂમની વ્યવસ્થા હોઈ તેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ વાળું કોવિડ સેન્ટર બનાવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેકટર અને ધારાસભ્યને રજુઆત કરી હતી. કુણઘેર ગામમાં ગામની 7 હજાર અને આજુબાજુના 10 ગામની મળી 20 હજારથી વધુ વસ્તી કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવા માટે આવે છે.

ધારપુર covid-19 સેન્ટર ખાતે તમામ બેડ ભરાયેલા હોઈ દર્દીઓને વેઈટિંગમાં રહેવું પડે છે.જેથી કુણધેર અને આજુબાજુના ગામોમાં કોરોના સંક્ર્મણના કેસો વધી રહ્યા હોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ વાળી હોસ્પિટલ ઉભી કરવાની માંગ સાથે ગામના સરપંચ કાન્તીભાઈ પટેલ, તાલુકા પંચાયતના ડેલિગેટ દિપસંગજી ઠાકોર, પંચાયતના સદસ્ય ગીરીશભાઈ પરમાર,ગામના શૈલેન્દ્રસિંહ સોઢા સહિતે કલેક્ટર અને ધારાસભ્યને આવેદન આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો