રોષ:પાટણની બેંકમાં રિશેષના નામે કેસ બારી બંધ કરાતાં હોબાળો

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણના જુના સ્ટેશન રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડામાં ફરજ પરના સ્ટાફની મનમાનીને લીધે લેવડદેવડ માટે સિનિયર સિટીઝન તેમજ અન્ય લોકો લાંબી લાઈન થવા પામી હતી. અને બપોરે અચાનક રીસેસ પાડી બહાર કાઢી મૂકી સંતોષકારક જવાબ પણ ન આપતાં ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

બેંકમા બપોરના સમયે કેશ બારી બંધ કરી દેવાતાં ગ્રાહકોએ લાંબી લાઇનમાંથી પ્રતીક્ષા કરવી પડી હતી. આ મામલે વિરોધ કરાતાં અધિકારીઓએ પોલીસની ધમકી આપી હતી .કેટલાક જાગૃત નાગરિકો બેંક મેનેજર ને મળતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યા ન હતા.

મેનેજર પાસે બેન્કના સમય, રીશેસ તથા બેન્ક કર્મચારીઓ ને જમવા માટે બેન્ક બંધ કરી ગ્રાહકોને બેન્ક બહાર કાઢી શકાય તે માટે લેખિતમાં જવાબ માગતાં જવાબ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો તેમ શૈક્ષિક મહાસંઘના એક પદાધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...