કેરીનો મનોરથ:ચાણસ્મામાં ગોગ મહારાજના પ્રાચીન મંદિરે પાંચમ નિમિતે કેરીનો મનોરથ ભરાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોગ મહારાજને 101 કિલો કેસર કેરીનો ભોગ ધરાવાયો હતો

ચાણસ્માના જૂનાના જૂના રબારી વાસમાં આવેલા પ્રાચીન ગોગ મહારાજના મંદિરે પાચમ નિમિત્તે કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ ભક્તો લીધો હતો.

ચાણસ્માનગરના જૂના રબારીવાસમાં આવેલા 5200 વર્ષ પ્રાચીન શેષનારાયણ ગોગા મહારાજના મંદિરે શનિવારે પાંચમ નિમિત્તે પરંપરા મુજબ ઉનાળાની ઋતુમાં શીતળતા પ્રદાન કરતી કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો.

જાણિતા સમાજસેવક સ્વ. અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવારના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ગોગા મહારાજ, ચામુંડા માતાજી અને જેથી સિકોતર માતાજીને 101 કિલો કેસર કેરીનો ભોગ ધરાવાયો હતો. જેના દર્શન અને પ્રસાદનો લાભ લઈ ભક્તો ધન્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...