તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હારીજ રાધનપુર હાઇવે પર વાદી વસાહત નજીક કાર, રીક્ષા અને બાઇક અથડાયા, બાઇક સવારનું મોત

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં બે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા

પાટણ જિલ્લા અકસ્માત થવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આજે હારીજ રાધનપુર હાઇવે પર વાદી વસાહત નજીક કાર, રીક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બે ઇસમને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.

કાર, રીક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો
હારીજથી ત્રણ કિલોમીટર દૂર રાધનપુર હાઇવે પર વાદી વસાહત નજીક કાર, રીક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત કરી ગાડી રોડની સાઈડ ગુલાટી ખાઈ ગઈ હતી. તો રીક્ષાને પણ મોટું નુકસાન થયું હતું. જ્યારે બેથી વધુ લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માત થતા હાઇવે પર લોકોના ટોળા જોવા માટે દોડી આવ્યા હતા. તો પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

કારના ડ્રાઈવરે ગફલત રીતે પૂર ઝડપે હંકારી બાઇકને ટક્કર મારી
​​​​​​​સરવાલ ગામનાં ઠાકોર કાનજીજ મેવાજી સવારે હારીજ કામ અર્થે જઇ પરત સરવાળ બાઇક લઇ આવી રહ્યાં હતાં. ત્યારે પાછળ માત્રૉટા ગામનાં રવિભાઇ ઈશુભાઇ દેવીપૂજક રીક્ષા નંyj GJ 24 W 2933 લઇ સમી બાજુ જઇ રહ્યો હતો. ત્યારે સામેથી સફેદ કાર નંબર GJ 24 K 4706 ના ડ્રાઈવરે ગફલત રીતે પૂર ઝડપે હંકારી બાઇકને ટક્કર મારી રીક્ષા સાથે અથડાયો હતો. અને અકસ્માત સર્જી ભાગી ગયો હતો.

રીક્ષા ચાલક રવિભાઇ દેવીપુજકે કાર ચાલક વિરૂદ્ધ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
જેમાં સરવાડના બાઇક સવારને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે રીક્ષા ચાલકને ઈજાઓ થતા રેફરલમાં સારવાર આપી હતી. રીક્ષા ચાલક રવિભાઇ દેવીપુજકે કાર ચાલક વિરૂદ્ધ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવેલી છે. જેમાં વધુ તપાસ હારીજ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...