ચાણસ્મા તાલુકાના ખારાખરવા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી સ્પીડમાં ઓવરટેક કરવા જતાં સામે આવી રહેલી રીક્ષાને ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક ચાર વર્ષીય માસુમ બાળકીનું મોત થયું હતું. બાળકીના પિતાએ કાર ચાલક વિરૂદ્ધ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહીતી મુજબ પાટણના ખારીવાવડી ગામના વિજયભાઈ કાન્તીભાઈ વાલ્મીકી પોતાના પિતાની રીક્ષા નંબર- જી.જે.01.ટીબી.9394 લઈ અમદાવાદ ખાતેથી પોતાના પરિવાર પત્ની અને ત્રણ બાળકો સાથે ખારીવાવડી મુકામે જઈ રહ્યાં હતા. તે સમયે ખારાધરવા નજીક પહોંચતા કાર નંબર-જી.જે.03.એચએ.2058ના ચાલકે પોતાની કાર ફુલ સ્પીડે ચલાવી અને ગફલતભરી રીહે હંકારી ઓવટેક કરવા જતાં સામે આવી રહેલી વિજયભાઈની રીક્ષાને જોરથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં રીક્ષામાં સવાર વિજયભાઈ તેમના પત્ની મનીષાબેન તથા તેમની દિકરીઓ વૈશાલી ઉર્ફે વઈસુ, નેહાબેન, વિધાબેન ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં વૈશાલી ઉર્ફે વઈસુને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં માસુમ બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. સ્થાનીક લોકો દોડી આવતાં ઈજાગસ્તોને 108 મારફતે ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. મૃતક બાળકીને લણવા ખાતે પી.એમ અર્થે લઈ જવામાં આવી હતી. આ બાબતે વિજયભાઈએ ચાણસ્મા પોલીસ મથકે કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.