તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પાટણમાં ભારતીય સેનામાં જવા ઇચ્છુક ઉમેદવારોએ ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું

પાટણ8 દિવસ પહેલા
ભારતીય સેનાની ભરતીમાં જવા ઇચ્છતા ઉમેદવારોએ કલેક્ટર કચેરી ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું
  • અગાઉ આવેદન પત્ર આપ્યું હોવા છતાં સરકારો કોઈ કાર્યવાહી ન કરી

પાટણ જિલ્લામાં ભારતીય સેનાની ભરતીમાં જવા ઇચ્છતા ઉમેદવારો દ્વારા તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યા હોવાની રાવ સાથે અગાઉ આવેદન પત્ર આપ્યા બાદ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ગુરુવારે કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષે ગોધરા ખાતે આવેલા ભારતીય સેનામાં યુવાનોની ભરતી કરવા માટે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અમદાવાદ કચેરી ખાતે સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ તાજેતરમાં અમદાવાદ ભારતીય સેના વિભાગ દ્વારા પાટણ જિલ્લાને બાકાત કરી ઓગસ્ટ મહિનામાં ભારતીય સેનાની નોટીફીકેશન ભરતી પ્રક્રિયામાં પાટણ જીલ્લાનો જામનગર ખાતે સમાવેશ કરવામાં આવ્યો છે. જે ભરતી 2022માં યોજાવાની હોવાથી જિલ્લાના ભરતી વાંચ્છુક ઉમેદવારોની વયમર્યાદા પણ પુરી થવા જઈ રહી છે. જેથી તેમને ભરતીનો લાભ ન મળવાની સંભવાના ઉભી થવા પામી છે.

અમદાવાદ આર્મી વિભાગમાં ભરતી પ્રક્રિયામાં પાટણનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે બે દિવસ અગાઉ કલેકટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું. બે દિવસમાં કોઈ કાર્યવાહી ન થતા ગુરુવારે ફરી ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...