ચૂંટણીલક્ષી જાહેરનામું:પાટણ જિલ્લામાં ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટેના વાહનોના કાફલામાં 10થી વધારે વાહનો રાખી શકશે નહીં

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022નો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં તા.05.12.2022 નાં રોજ મતદાન કરવામાં આવશે. તેમજ તા.08.12.2022 ના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે ચૂંટણીની પ્રક્રિયા મુક્ત અને ન્યાય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવેલી છે. ચૂંટણી જાહેર થતાં ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા વાહનોનો ઉપયોગ થાય છે. તેથી પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા સમગ્ર મહેસુલી વિસ્તારમાં તા. 03.11.2022 થી તા. 08.12.2022 એટલે કે મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમુક નિયમો લાગું કર્યા છે. જે માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

વાહનોની વિગત રજૂ કરવી પડશે
હરીફ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરતાં અગાઉ ઉપયોગમાં લેવાના થતા તમામ વાહનોની વિગતો તેમજ આ વાહનો કયા વિસ્તારમાં ઉપયોગ કરવાનો છે તેની માહિતી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અથવા અધિકૃત અધિકારીને રજુ કરવાની રહેશે.
નોંધાયા વગરના વાહનો બિનઅધિકૃત ગણાશે
આ રીતે રજૂ કરેલી માહિતીમાં ઉમેરો કરવાનો થાય તે સંજોગોમાં વાહનનો ઉપયોગ કરતા અગાઉ ઉપર મુજબની માહિતી ઉમેદવારે કે તેના ચૂંટણી એજન્ટે રજૂ કરવાની રહેશે. ચૂંટણી પ્રચાર માટેના વાહનોના કાફલામાં 10(દસ) (સુરક્ષા વાહન સિવાય) થી વધારે વાહનો રાખી શકાશે નહીં. તેમજ નોંધાયા વગરના કોઈ પણ વાહનોનો ચૂંટણીના કામે ઉપયોગ બિનઅધિકૃત ગણાશે આવા વાહનો જપ્ત કરવાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈ પી સી ની કલમ-188 તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...