તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખદ:પાટણના ધારાસભ્યની અપીલથી કેન્સર પીડિત સંજય ભીલને સરકારી સારવાર મળે તે પહેલાં જ તેણે અંતિમ શ્વાસ લીધા

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધવા માતાએ રૂદન સાથે પોતાના વ્હાલસોયા પુત્રની નાણાંના અભાવે સારવાર ન કરી શકયાનો વસવસો વ્યક્ત કર્યો
  • પાટણના જીવ દયા સંસ્થા દ્વારા વિધવા માતાને રૂ.17 હજારની આર્થિક સહાય કરી દિલસોજી વ્યક્ત કરી
  • વિધવા મહિલાને સરકાર દ્વારા ઘરનું ઘર મળે તે માટે અપીલ કરાઈ

પાટણ શહેરના સૂર્ય નગર વિસ્તારમાં મામાના ઘરે રહેતા બાપ વિહોણા જરૂરિયાતમંદ વિધવા માતાનો 17 વર્ષીય પુત્ર છેલ્લા પાંચ વર્ષથી પથારી વશ બની બ્લડ કેન્સરથી પીડાતો હતો. જેની શનિવારના રોજ પાટણના ધારાસભ્ય રૂબરૂ મુલાકાત લઇ સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્સર પીડિત સંજય ભીલની સારવાર માટે શહેરની સેવા કી સંસ્થાઓને તેમજ સરકારને અપીલ કરી હતી, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય કેન્સર પીડિત સંજય ભીલને સરકારી સારવાર મળે તે પહેલાં જ તેને પોતાનો સોમવારની બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.

ધારાસભ્યની અપીલને ધ્યાનમાં રાખીને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. જય નારાયણ વ્યાસ દ્વારા સંજય ભીલ ની કેન્સરની બીમારીની તમામ સારવાર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્યે કરાશે તેવી હૈયાધારણા આપી હતી, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય કેન્સર પીડિત સંજય ભીલને સરકારી સારવાર મળે તે પહેલાં જ તેને પોતાનો સોમવારની બપોરે અંતિમ શ્વાસ લેતાં ગરીબ પરિવારની વિધવા માતા ઉપર ઘેરા દુઃખની કાલિમા છવાઈ જવા પામી હતી. તો ગરીબ માતાએ હૈયાફાટ રૂદન સાથે પોતાના દીકરાની સારવાર ન કરી શકયાનો રંજ વ્યક્ત કર્યો હતો.

પાટણના જરૂરિયાત મંદ પરિવારની વિધવા મહિલાનો કેન્સર પીડિત પુત્ર ગુમાવ્યો હોવાના સમાચાર પાટણની જીવ દયા સંસ્થાને થતા તેઓએ ગરીબ પરિવારના ઘરે પહોંચી જઈ વિધવા માતાના હાથમાં રૂપિયા 17 હજારની રોકડ રકમ સહાય પેટે આપી દિલસોજી વ્યક્ત કરી હતી. તો સરકાર દ્વારા આ નિ:સહાય અને બેધર વિધવા મહિલાને સરકાર દ્વારા ઘરનું ઘર મળે તે માટે અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...