અગરિયાઓ મુશ્કેલીમાં:સાંતલપુર રણમાં મીઠું પકવતાં 1200 અગરિયાના એકસાથે તમામ કાર્ડ રદ; સિઝન ટાણે જ કાર્ડ રદ થતા રણમાં જવા માટે મુશ્કેલી

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચ વર્ષથી કાર્ડ રિન્યુ ન કરાતાં રોજગાર કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા

સાતલપુરના રણમાં મીઠું પકવતા અગરિયાઓને ઓળખ માટે શ્રમ અને રોજગાર કચેરી દ્વારા ઓળખકાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા અગરિયાઓને બે દિવસ અગાઉ તમામ 1200 જેટલા કાર્ડ રદ કરી દેવામાં આવ્યા હતા.

અગરિયાઓને ફક્ત રણમાં ધંધા રોજગાર મળતા હોઈ જવાના સમયે તેમના કાર્ડ રદ કરવામાં આવતા મુશ્કેલીમાં મુકાયા હોઆ સત્વરે તંત્ર દ્વારા તેમને કાર્ડ ઇશ્યુ કરવામાં આવે તેવી માંગ સાથે અગરિયાઓ દ્વારા રાધનપુર ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ગુરુવાર મોટી સંખ્યામાં અગરિયાઓ તેમજ હિતરક્ષક સમિતિના સભ્યો કલેક્ટરમાં રજૂઆત કરાશે.

કાર્ડ રીન્યુ ના કરાવતા રદ થયા : શ્રમ અને રોજગાર અધિકારી
પાટણ શ્રમ અને રોજગાર અધિકારી ચિંતન ભટ્ટે જણાવ્યું હતું કે અગરિયાઓના ઓળખકાર્ડ પાંચ વર્ષ માટે જ હોય છે. તેમને રીન્યુ કરાવવા પડે છે પરંતુ તેમને કોઇ કાર્યવાહી કરી ન હતી જેથી કાર્ડ રદ થઇ ગયા હતા.ઉપરાંત વન વિભાગ દ્વારા કાર્ડના આધારે અગરિયાઓ રણમાં હક્ક પ્રસ્થાપિત કરતાં હોઈ સંકલનમાં રહી અગરિયાઓને કાર્ડ કાઢી આપવામાં આવે તેવી વિનંતી કરી હતી. જેથી હાલમાં તમામ કાર્ડ રદ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...