ચૂંટણી પ્રચાર:ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારનો પ્રચાર, ગામડે ગામડે સભાઓ

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાની 17 ચાણસ્મા બેઠક પર થી ચુંટણી લડી રહેલાં કોંગ્રેસ નાં સક્ષમ ઉમેદવાર દિનેશ ઠાકોર ને જંગી જાહેર સભામાં ચાણસ્મા મતવિસ્તારના લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

બુધવારના રોજ ચાણસ્મા વિધાનસભા બેઠક નાં ઉમેદવાર દીનેશ ઠાકોર દ્વારા વહેલી સવારથી જ ગણેશપુરા,જમણપુર,ગોવાના,પીલુવાડા,કલાણા,રાવિન્દ્વા,જુનામાકા,થરોડ,નવામાકા, બોરતવાડા,કુરેજા,તોરણીપુરા અને અડિયા ગામોના પ્રવાસ ખેડી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચાણસ્મા વિધાનસભા બેઠક નો પંજો ગુજરાતમાં બનનારી કોંગ્રેસ ની સરકાર માં સહભાગી બનવા માટે જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું.

દીનેશ ઠાકોર ના ચુંટણી પ્રવાસ દરમિયાન ઠેર ઠેર તેઓનું ગ્રામજનો સહિતના આગેવાનો કાયૅકરો અને સુજ્ઞ મતદારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરી તેઓના સમથૅન માં મતદાન કરી ભવ્ય વિજય અપાવવા હૈયાધારણા આપી હતી. ચાણસ્મા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોર નાં ચુંટણી પ્રવાસ દરમિયાન પાટણ જિલ્લા અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન હસમુખ સક્સેના, મુકુંદ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ નાં આગેવાનો કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...