મતદાન:સાંતલપુર તાલુકાના સાદપુરામાં પેટા ચૂંટણી મળી 21 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 વાગ્યા સુધીમાં 79.71 ટકા પુરુષોએ અને 81.73 ટકા મહિલાઓએ મતદાન કર્યું
  • મતદાતાઓ​​​​​​​ વહેલી સવારથી મત કેન્દ્રો પર ઉમટ્યા,પીપરાળામાં બસ્સોથી વધુ મતદારો સ્વ ખર્ચે ટ્રાવેલ્સમા મતદાન કરવા માદરે વતન આવ્યા હતા

સાંતલપુર તાલુકાના ૨૦ ગામોમાં સહિત સાદપુરામાં પેટા ચૂંટણી મળી 21 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે મતદાન વહેલી સવારથી યોજાયું હતું. જેમા સાંતલપુર તાલુકામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં જંગી ચૂંટણી જંગ જામ્યો હતો. સાંતલપુર તાલુકાના મતદાનમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાઈનો લાગી હતી અને મતદાતાઓમાં પણ સ્થાનિક ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે કે બીજી તરફ ઉમેદવારોએ પણ જીત મેળવવા માટે મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચવા માટે રીક્ષા અને ગાડીઓ દોડાવી મતદાતાઓને મત કેન્દ્રો સુધી પહોંચાડવા અને ચૂટણી જંગ જીતવા કમરકસી હતી.

મતદાતાઓનો ઉત્સાહ જોતા બપોરના એક વાગ્યા સુધી તાલુકાના ૨૦ ગામોમાં ૪૬.૭૦ ટકા મતદાન થવા પામ્યું હતું અને મત કેન્દ્રો પર મતદાતાઓ લાઈનો લાગતા સ્થાનિક ચૂંટણીમાં જંગી મતદાન થવાના અણસાર સર્જાયા હતા જ્યારે બહારગામ રહેતા મતદાતાઓને પણ મતદાન મથક સુધી લાવવા માટે વાહનોની વ્યવસ્થા સાથે મત કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તાલુકામાં યોજાયેલ ચૂંટણીમાં વહેલી સવારથી જ ખેડૂતો અને પશુપાલકો વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચ્યાં હતા અને મતદાન કરી પોતાના કામમાં જોતરાયા હતા.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં મહિલા મતદારોએ પુરુષો કરતા વધુ મતદાન કર્યું હતું. જેમાં 5 વાગ્યા સુધી નોંધાયેલી ટકાવારીમાં પુરુષોએ ૭૯.૭૧ ટકા મતદાન કર્યું હતું જેની સામે મહિલાઓએ ૮૧.૭૩ મતદાન કર્યું હતું સ્થાનિક ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લડાતી હોવાના કારણે તમામ ઉમેદવારોએ જીતના દાવાઓ કર્યા હતા. જો કે આખરે જીતનો કળશ કોના પર ઢોળાશે તે તો મંગળવારે વારાહી ખાતે મતપેટીઓ ખોલશે ત્યારે જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...