આજથી આચારસંહિત અમલી:પાટણ જિલ્લામાં 19 ડિસેમ્બરે 177 સામાન્ય અને 29 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચાર સંહિતનો અમલમાં આવી, ઈવીએમથી નહીં બેલેટથી મતદાન થશે
  • વિધાનસભાની​​​​​​​ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસને રણનીતિ નક્કી કરવામાં આ ચૂંટણી દિશાસૂચક બનશે

પાટણ જિલ્લામાં 19 ડિસેમ્બરે કુલ 206 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જેમાં 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને 29 પંચાયતોની પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી ઇવીએમથી નહીં પણ બેલેટ પેપરથી યોજાશે.

પાટણ જિલ્લામાં 31 માર્ચ સુધીમાં મુદત પૂર્ણ થતી હોઈ તેવી 177 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે, જેમાં 177 સરપંચ અને 1490 વોર્ડ સભ્યો માટે 19 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે 29 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે. જેમાં સાત સરપંચ અને 23 વોર્ડ સભ્યો માટે મતદાન થશે. સૌથી વધુ રાધનપુર તાલુકામાં 38 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. 29 નવેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે ચાર ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 19 ડિસેમ્બરે મતદાન થશે અને 21 ડિસેમ્બરે મત ગણતરી થશે. સોમવારે ચૂંટણી જાહેર થતાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે.

વિધાનસભા ચૂંટણીના એક વર્ષ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણી તમામ પક્ષો માટે સત્તાની સેમિફાઈનલ સમાન બની રહેશે ત્યારે આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના સિમ્બોલ પર લડાતી નથી પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે. જેને કારણે ભાજપ સહિત રાજકીય પક્ષોની આ ચૂંટણી પરિસ્થિતિ નજર હોય છે.

અન્ય સમાચારો પણ છે...