તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણના નામાંકિત બિલ્ડર અને બેબાશેઠથી ઓળખાતા ગોરધનભાઈ ઠક્કર ધનતેરશની અનોખી ઉજવણી કરે છે. તેઓ છેલ્લા બાર વર્ષથી ધન તેરશના દિવસે ધનલક્ષ્મીની પૂજા ના કરી શહેરમાં ફરતા દરિદ્ર માણસો એટલે કે મંદબુદ્ધિ માણસોને લાવી તેમને સ્નાન કરાવી તેમના વાળ, નખ કટિંગ કરી, સારા કપડાં પહેરાવી અને સામાન્ય માણસની જેમ તૈયાર કરી તેને તહેવારની ઉજવણી કરવા મીઠાઈ અને પૈસા આપી સાચા અર્થમાં લક્ષ્મી દરિદ્રનારાયણમાં વસેલી હોવાની માની તેમની સેવા કરી અનોખી રીતે ધનતેરસની ઉજવણી કરે છે. આ વર્ષે કોરોના જેવી સ્થિતિમાં પણ તેમને આ વર્ષે દરિદ્રનારાયણનને લાવીને મોઢે માસ્ક શિલ્ડ અને હાથમાં મોજા પહેરીને તેમની સેવા કરી ધનતેરસની ઉજવણી કરી હતી. તેમને જણાવ્યું હતું કે ધન એ નિર્જીવ છે અને દરિદ્ર માણસોમાં દરિદ્ર નારાયણ દરિદ્રોની પૂજા કરવાથી ભગવાનની પૂજા કરી હોય તેવો મને એહસાસ થાય છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.