તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:પેપરાળમાં દીક્ષા લેનારાં નારોલીનાં ભાઈ બહેને પાટણમાં સાધુ સાધ્વી ભગવંતોના આશીર્વાદ લીધા

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં દિક્ષાર્થી ભાઈ બહેનનુ આગમન - Divya Bhaskar
પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં દિક્ષાર્થી ભાઈ બહેનનુ આગમન
 • પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં દિક્ષાર્થી ભાઈ બહેનનુ આગમન થયું

પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણાનાં દર્શન વંદન કરવા સોમવારે બનાસકાંઠા જિલ્લાના નારોલીનગરના વતની કોરડિયા ડાહ્યાલાલ રામચંદ્ર પરિવારના દિક્ષાર્થી મુમુક્ષુ ભાઈ બહેન વિશ્વ અશ્વિનભાઈ કોરડિયા અને સ્તુતિ હસમુખભાઈ કોરડિયા પધાર્યા હતા. અને મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી સહિત પાટણમાં બિરાજમાન સાધુ સાધ્વીજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જૈન ધર્મમાં દિક્ષિત થનારા બન્ને ભાઇ બહેન મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજીની જન્મ ભૂમિ નારોલીના છે.

બનાસકાંઠા જિલ્લાના નારોલી નગરમાં જૈન સમાજના ફક્ત બે કુટુંબ હોવા છતાં હમણાં સુધી પાંચ ભાઈ બહેનની દિક્ષા થઈ છે. અને બીજી આ બે દિક્ષા ચૈત્ર સુદ તેરસનાં રોજ બનાસકાંઠા જિલ્લાના પેપરાલ ગામમાં ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય નિત્યસેન સૂરીશ્વરજી મહારાજ અને આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયરત્ન સૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજની જન્મ ભૂમિની જગ્યામાં દિક્ષા સમારોહ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો