તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાંતલપુરના વાદળીથરની પરિણીતા પતિથી રીસાઈને પાટણ અલગ રહેતી મહિલાને તેના ભાઈએ રાજસ્થાનના શખ્સ સાથે ઘર બાંધવા માટે રૂ.૩ લાખ લઇ તેની મરજી વિરુદ્ધ હાથ બાંધી ઈકોગાડીમાં રાજસ્થાન મોકલી આપી હતી. ત્યાં તેને દસ દિવસ મારમારી ગોંધી રાખી હતી. રાત્રે બધા સુતા હતા ત્યારે મહિલા મોકો જોઇ છૂટીને ભાગીને પાટણ આવી હતી. જ્યાં ધારપુર હોસ્પિટલમાં તેને સારવાર લઇ વારાહી પોલીસ મથકે વ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વીસ વર્ષ પહેલા લગ્ન થયા હતા
પાટણમાં નવા બસ સ્ટેશન પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા આમુબેન સુમારભાઈ મધરા (ઉ. વ.45)ના લગ્ન વીસ વર્ષ અગાઉ કાસમભાઈ હારૂનભાઇ મધરા રહે. કરસનગઢ તા. રાધનપુર સાથે થયા હતા. તેઓના લગ્ન જીવન દરમિયાન ચાર દીકરીઓ અને એક દીકરો સંતાનમાં છે. છેલ્લા ઘણા સમયથી તેમના પતિ સાથે અણબનાવ હોવાથી તેઓ અલગ રહેતા હતા. દોઢેક મહિના અગાઉ તેના મોટાભાઈ હમીરભાઇ મધરા રહે. કરસનગઢએ ફોનમાં વાત કરી તેને વાદળીથર બોલાવી હતી.
ભાઈએ બળજબરીપૂર્વક હાથ બાંધી ગાડીમાં મોકલી
બહેન વાદળીથર પહોચતાં તેના મોટાભાઈ, મામા સહિતના લોકોની હાજરીમાં રાત્રે ઈકો ગાડીમાં ચાર માણસો આવ્યા હતા જેઓ રાજસ્થાનના ખમીસાભાઈ ઉર્ફે ભમરો હયાતભાઈ રાઉમાની ઓળખ કરાવી તેમની સાથે તારે લગ્ન કરી રાજસ્થાન જવાનું કહેતાં આમુબેને ઇનકાર કર્યો હતો. જો કે તેના ભાઇએ બળજબરાઇ પૂર્વક તેણીના હાથ બાંધી ઈકો ગાડીમાં બેસાડી હતી અને નક્કી કર્યા મુજબ ત્રણ લાખ રૂપિયાની લેતી દેતી કરી હતી. ત્યારબાદ આમુબેનને રાજસ્થાનના એક ગામમાં દસેક દિવસ ગોંધી રાખી માર મારતાં તે ચિંતામાં મુકાઇ હતી.
નવ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી
20 ફેબ્રુઆરીના રાત્રે બધા સુતા હતા ત્યારે મહિલા નીકળી પાટણ પહોચી હતી અને તેને ઇજાઓ હોવાથી ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગઈ હતી.સારવાર દરમિયાન આમુબેને વારાહી પોલીસ મથકે તેના ભાઇ સાથે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલાની તપાસ પીએસઆઇ ડી.કે.ચૌધરી કરી રહ્યા છે.
કોની કોની સામે ફરિયાદ થઈ?
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.