ચૂંટણી ચોપાટ:ભાઈ ભાજપ કોંગ્રેસ આપનું રાજકારણ આમજ ચાલ્યા કરવાનું. કામ કરે તેવો ચૂંટાય એટલે પત્યું

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ ના ભદ્ર કચેરી ખાતે કચેરીઓમાં કામ માટે આવતા લોકો અને વ્યવસાયીઓ વચ્ચે ચર્ચા

પાટણ શહેરમાં ચૂંટણીની રંગત જામી છે અને વધારે જામી રહી છે. રાત્રે શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં બેઠકો થઈ રહી છે. દિવસે ગામડાઓમાં પ્રવાસ બેઠકો થઈ રહી છે. હવે 12 દિવસ બાકી છે ત્યારે લોકોની ચર્ચામાં સવાલ છે...આ વખતે કોણ આવશે. આ માટે દલીલો પણ થઈ રહી છે.પાટણ શહેરના ભદ્ર કચેરી ખાતે કચેરીઓમાં કામ માટે આવતા લોકો અને રોજગાર કરતા વ્યવસાયીઓ વચ્ચે સવારે ચૂંટણી અંગે ચર્ચા બરાબર જામી હતી.

આ રહ્યા ચર્ચાનાં અંશ... આ વખતે કોણ જીતશે...? જવાબ આવ્યો સરકાર ભાજપની બની જશે... બધું મોદી માથે ચાલે છે. અલ્યા પાટણની વાત કર. સામેથી જવાબ આવ્યો કિરીટભાઈ જોરમાં ચાલે છે. હાલ તેમની ગાડી ફરતી જોવા મળે છે. ભાજપના બેન છે ભણેલા ગણેલા પણ નવા તો ખરા...તો બીજા એક ભાઈ બોલ્યા... શહેર ગામડામાં ભાજપવાળા ઘણા છે એટલે ઉમેદવાર નહીં તો કાર્યકરો ઘરે ઘરે પહોંચી જશે.... ત્રીજાએ કહ્યુ.. ભાઈ એ ખરું પણ ઉત્સાહ જોવા નથી મળતો. ભાજપમાં માનતા એક યુવકે કહ્યું ભાઈ રાજુલબેન 15થી 20 હજારની લીડ લેશે તેવું ભાજપવાળા મિત્રો કહેતા હતા.

બાજુમાં બેઠેલા આધેડે કહ્યું ભાઈ એ તો કહે...કાઠું પડશે. પણ કિરીટભાઈને પહેલાં જેટલી લીડ નહીં મળે.ગયા વખતે તો પાટીદાર આંદોલન હતું. ભાજપ જેટલું સંગઠન કોંગ્રેસ પાસે નથી. પણ રાજુલબેનને પંદરેક દાડા પણ નથી મળ્યા.. કેટલે કેટલે દોડશે... એક બુઝુર્ગ બોલ્યા.. તમે લાલેશભાઈનું કેમ નથી બોલતા. કેજરીવાલ મોંઘવારીની વાત કરે છે.

લોકોને મફત લાભ આપવાનું કહે છે તેમાં રેવડી જેવું શું છે. લાલેશભાઈએ આપણી સિવિલ હોસ્પિટલ રદ થતા આંદોલન કર્યું હતું...ભાજપની સભામાં સાંભળ્યું કે નહીં.. રામનું નામ આવી ગયું... શિક્ષિત યુવકે કહ્યું તો તેમાં ખોટું પણ શું છે. હિન્દુ ધર્મને બીજો કોણ યાદ કરે છે. થોડી વાર ચૂપકીદી પછી બીજા એક રહીશે કહ્યું,.. આ બધું આમ જ ચાલ્યા કરવાનું. ભાઈ સારો કામ કરે તેવો ચૂંટાય એટલે પત્યું... હજુ કોંગ્રેસમાં કોઈ મોટા નેતાની સભા થઈ નહીં... છેલ્લે છેલ્લે કોઈક આવશે તેવું લાગે છે... મોદી પણ આવવાના છે તેવું સંભળાય છે.

અન્ય સમાચારો પણ છે...