MBBS ગુણ સુધારણા કૌભાંડ:મૌન તોડી આખરે કુલપતિ ચાર્જશીટ માટે લિગલ એડવાઈઝરને નામ આપશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MBBS ગુણ સુધારણા કૌભાંડમાં 23 ડિસેમ્બર સુધી ચાર્જશિટ તૈયાર થશે
  • ​​​​​​​10 માસ બાદ કુલપતિના મોઢેથી નીકળતા નામો લીગલ એડવાઇઝર ચાર્જશીટમાં ઉલ્લેખ કરશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના એમબીબીએસ ગુણ કૌભાંડ મામલે કન્વિનર સિવાય આજદિન સુધી બીજા કોઈ નામો જાહેર થયા નથી. પરંતુ હવે ઇસી સભ્ય દિલીપ ચૌધરીને અધ્યક્ષતામાં મળેલ કારોબારીમાં કૌભાંડ મામલે કન્વિનર અને કામગીરી સાથે સંકળાયેલા લોકો સામે જે.કે દરજી લીગલ એડવાઇઝર અમદાવાદ પાસે ચાર્જશીટ તૈયાર કરાવી 23 ડિસે સુધીમાં ઇશ્યુ કરાવી કસુરવારોને 15 દિનમાં બચાવ પક્ષ રજૂ કરવા તક આપ્યા બાદ ચાર્જશીટમાં દોષિત ઠરેલા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ચાર્જશીટ તૈયાર કરવા કુલપતિ દ્વારા લીગલ એડવાઇઝરને આપવામાં આવનાર નામોમાંથી જ દોષિત નામો બહાર આવવાની શક્યતા છે.

યુનિવર્સિટીમાં કૌભાંડ અંગે કુલપતિ દ્વારા કોઈપણ અન્ય કર્મીનું નામ ન આપતા આજ દિન સુધી કન્વીનર બાદ અન્ય કોઈપણ દોષિત કર્મીનું નામ જાહેર થવા પામ્યુ નથી. ત્યારે ચાર્જશીટ તૈયાર થનાર હોઈ તેમાં તમામ દોષિતના નામ સાથે ચાર્જશીટ બનાવવામાં આવનાર હોઈ કામગીરી કરનાર તમામ લોકો હાલ શંકાના દાયરામાં હોઈ ચાર્જશીટ બનાવવા લીગલ એડવાઈઝર દ્વારા સૌપ્રથમ કન્વીનર હાલના કુલપતિ પ્રથમ આરોપી હોઈ અન્ય કોઈ દોષિતના નામો ન હોઈ તેમની પાસેથી જ કામગીરી કરનાર અન્ય લોકોના નામો માંગશે અને નામો મેળવ્યા બાદ દરેક શંકાસ્પદ કર્મચારીઓની ભૂમિકા ચાર્જશીટમાં નક્કી કરી નામ ઉલ્લેખ કરાશે તેમને યુનિવર્સિટી નોટિસ અાપશે.

અન્ય સમાચારો પણ છે...