પાટણ નગરપાલિકાના કેટલાક વિભાગોની કામગીરીને લઈને શહેરીજનોમાં અનેક ચર્ચાઓ ઊઠી હતી. જેને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના વિવિધ શાખાની કામગીરીને ધ્યાનમાં રાખીને પાંચ જેટલી શાખા અધિકારીઓની અરસપરસની બદલીના ઓર્ડર શુક્રવારના રોજ કરવામાં આવ્યાં છે. પાટણ નગરપાલિકા દ્વારા અરસ પરસની બદલી કરાયેલા વિભાગોમાં વાહન શાખામાં ફરજ બજાવતા જગદીશભાઈ ભીલની સ્વચ્છતા શાખા અને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
સ્વચ્છતા શાખા અને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા જયેશભાઈ પંડ્યાની વાહન શાખામાં બદલી કરાય છે. જ્યારે ગાયત્રી વોર્ડ તેમજ હાઇવેની સફાઈ કામગીરીની જવાબદારી સંભાળી રહેલા મુનાફ શેખને ઉપરોક્ત કામગીરીની સાથે સાથે વધારાની ઢોર ડબ્બા ક્લાર્કની જવાબદારી સોંપવામાં આવી છે. તો ધીવટા વોર્ડ અને રેલવે સ્ટેશન વોર્ડમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવતા મુકેશ રાવલને ધીવટા વોર્ડ તથા રેલવે વોર્ડ ઇન્સ્પેક્ટરની સાથે સાથે ઇબા લાગતો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે રાજકાવાડા અને નાગરવાડા વોડૅ ઇન્સ્પેક્ટર અને ઢોર ડબ્બાની ફરજ બજાવતા ભરત પટેલ પાસે થી ઢોર ડબ્બાની કામગીરી પરત લેવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ચિફ ઓફિસર સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.