તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:ધારપુર સિવિલમાં ઓક્સિજન 10 % ઘટાડતાં દર્દીઓ માટે બ્રેઈનસર્કિટનો ઉપયોગ કરાયો

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં બ્રેઈન સર્કિટથી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે - Divya Bhaskar
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં બ્રેઈન સર્કિટથી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે
 • ઓછો ઓક્સિજન પ્રેશરથી આપી શકાતાં 20 ટકા જેટલી બચત થાય છે, ડોક્ટર
 • 7 દર્દીઓની બ્રેઈન સર્કિટના માધ્યમથી સારવાર, બીજી 50 સર્કિટની માંગણી કરાઈ

ઓક્સિજનની અછતના કારણે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પણ પુરવઠો 10 ટકા ઘટાડી દેવાતાં બ્રેઈન સર્કિટનો ઉપયોગ કરી દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. આ સર્કિટથી ઓછી માત્રામાં પણ દર્દીને પૂરતો ઓક્સિજન મળી રહે છે. હાલમાં 7 દર્દીઓની આ સર્કિટના માધ્યમથી સારવાર કરવામાં આવી રહી છે.

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં હાલમાં 258 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છ. જેમાં 57 દર્દીઓ વેન્ટિલેટર અને બાયપેપ પર છે. 201 દર્દીઓને ઓક્સિજનથી સારવાર અપાઈ રહી છે. જો કે, હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે ઓક્સિજનનો પૂરવઠો વધારવાના બદલે ઘટાડી દેવાયો છે. પહેલા હોસ્પિટલને 8 ટન ઓક્સિજનનો પુરવઠો મળતો હતો તેના બદલે હાલ 7 ટન જેટલો ઓક્સિજન મળી રહ્યો છે. સામે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે જે દર્દીઓને બાયપેપની જરૂરિયાત છે. તેવા દર્દીઓને બ્રેઈન સર્કિટથી ઓક્સિજન દ્વારા સારવાર આપવામાં આવી રહી છ.

હાલમાં સાત દર્દીઓ બ્રેઈન સર્કિટથી સારવાર મેળવી રહ્યા છે. ધારપુર મેડિકલ હોસ્પિટલ પાસે 10 બ્રેઈન સર્કિટ છે બીજી 50 સર્કિટની માંગણી કરવામાં આવી છે. ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મનીષ રામાવતે જણાવ્યું હતું કે બાયપેપથી દર્દીને પ્રેશરથી ઓક્સિજન આપવામાં આવે ત્યારે લીકેજ થાય છે. જેના કારણે ઓક્સિજનનો ઉપયોગ વધારે થાય છે. જ્યારે બ્રેઈન સર્કિટથી ઓછો ઓક્સિજન પણ પ્રેશરથી જાય છે આ બ્રેઈન સર્કિટથી 15થી 20 ટકા ઓક્સિજન ની બચત થાય છે.

પોઝિટિવ સગર્ભાઓના તમામ 16 બેડ ભરાઈ ગયા
કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાઓને પ્રથમ પ્રાથમિકતા આપી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ડીલેવરી કરાવવા માટે 16 બેડનો વોર્ડ તૈયાર કર્યો હતો. જેમાં તમામ બેડ પર સગર્ભાઓ દાખલ છે જેમાં 8 મહિલાઓને ડિલિવરી થઈ ગઈ છે અને 8 મહિલાઓની ડીલેવરી બાકી છે. હવે વધુ કોરોના પોઝિટિવ સગર્ભા મહિલા આવે તો તેમને દાખલ કયાં કરવા તે પ્રશ્ન ઉભો થયો છે.

કારણ કે,ઓક્સિજનની ક્ષમતા પ્રમાણે હોસ્પિટલમાં બેડનો વધારો થઈ શકે તેમ નથી ત્યારે જે કોરોના પોઝિટિવ દર્દીઓના બેડમાં ઘટાડો કરી કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાઓ માટે ઉપયોગ કરવાનું હોસ્પિટલ દ્વારા નક્કી કર્યું છે તેમ ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મનીષ રામાવતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો