ચૂંટણી સભા:પાટણ વિધાનસભા વિસ્તારમાં આવતા બ્રહ્મસમાજનું સંમેલન યોજાયું, કોંગી MLA ભાજપ પર પ્રહાર કર્યા

પાટણ5 દિવસ પહેલા

પાટણ વિધાનસભા બેઠક પર હવે ધીરે ધીરે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યુ છે એક બાજુ ગામડાઓ માં ઉમેદવારો તેમના પ્રચારકો સાથે પ્રવાસ કરી ને પોતાને મત કેમ તે સમજાવી રહ્યા છે તો બીજી બાજુ નાના સમાજો નું પણ હવે મહત્વ વધી ગયું છે ત્યારે આજે પાટણ વિધાનસભા વિસ્તાર માં આવતા બ્રહ્મસમાજ નું એક નાનકડું સંમેલન યોજાયું હતું અને આ સકતી સંમેલન માં પાટણ ના કોંગ્રેસ ના ઉમેદવાર કિરીટભાઈ પટેલ ને સમર્થન આપ્યું હતું

આજે યોજાયેલ આ મીટીંગમાં બ્રહ્મ સમાજ ના બુદ્ધિજીવી આગેવાનો એ ખુબજ સરસ પ્રવચન આપ્યું હતું અને આપના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક ને મહત્વ મળે તેમ કિરીટભાઈ ને સમર્થન આપવા ની વાત નક્કી થઈ છે

પાટણ વિધાનસભા મત વિસ્તાર માંથી અંદાજે 500 જેટલા આગેવાનો એ તેમના પ્રતિભાવો માં સ્થાનિક ને સમર્થન જાહેર કરી કિરીટભાઈ ને જીતાડવા માં ભૂદેવો નો પણ નાનકડો ફાળો રહેશે તેમ જણાવ્યું હતું કિરીટભાઈ એ તેમના વ્યક્તવ્ય માં જણાવ્યું કે તમરા 27 વર્ષ ના સાશન બાદ તમારે કમાં ને લાવવો પડતો હોય તો તમે કમાં ને મુખ્ય મંત્રી બનાવી દો શું ગુજરાત પાટણ ની જનતા ને મુરખ સમજો છો તમારે આવા કમાં ની મદદ લેવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...