ઉજવણીનું આયોજન:પાટણના રાજપુર ગામે બ્રહ્માણી માતાનો રજત જયંતિ મહોત્સવ-2022 ઉજવાશે

પાટણ2 મહિનો પહેલા

ઐતિહાસિક નગરી પાટણ શહેર નજીક આવેલ રાજપુર ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિર રજત જયંતિ મહોત્સવ 2022 નું સાતમ આઠમ નોમ અને દશેરા ના એમ ચાર દિવસ રજત જયતી મહોત્સવ નિમિતે ભવ્ય શતચંડી મહાયજ્ઞ નું ભવ્ય આયોજન કરાયું છે.શતચંડી મહાયજ્ઞના આચાર્ય પદે વેદપાઠી ભુપેન્દ્રભાઈ અધ્યારૂ સહિત બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા શતચંડી મહાયજ્ઞ કરાવશે.પાટણના રાજપુર ખાતે બ્રહ્માણી માતાના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પ્રથમ દિવસે આસો સુદ સાતમ અને રવિવારના રોજ સાંજે ચાર કલાકે જળયાત્રા નીકળશે સાંજે 7:00 કલાકે અઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે રાજપુર લેઉવા પાટીદાર વડીલોના સન્માન સમારોહ યોજાશે જેમાં વરિષ્ઠગણ અને યજમાન અને દાતાઓનું સન્માન કરવામાં આવશે.

બીજા દિવસે સવારે માતાજીની ભવ્ય શોભાયાત્રા ગામની પ્રદક્ષિણા કરશે ત્યારબાદ ગણેશ પૂજા હવાચન માતૃકા પૂજન નાદી શ્રદ્ધ બ્રહ્મમણવરણ વિધિની પૂજા કરવામાં આવશે ત્યારબાદ મંડપ પ્રવેશ અગ્નિ સ્થાપન પ્રધાન દેવતા સ્થાપન ગૃહસ્થાપન વાસ્તુ સ્થાપન સહિત ચંડીપાઠ પઠન ગ્રહહોમ યોગીની ભૈરવ સ્થાપના સહિત સાંજે સાય પૂજા 108 દિવાની મહા આરતી મંત્ર પુષ્પાંજલિ આશીર્વાદ આપવામાં આવશે ત્યારબાદ રાત્રે 9:00 કલાકે માતાજી ની પ્રસાદી બનાવી પટેલવાસમાંથી માતાજીની પલ્લી નીકળશે તે બ્રહ્મણી માતાજીના મંદિરે ભવ્ય પલ્લી ભરાશે .અને માતાજીની પલ્લીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. જ્યારે ત્રીજા દિવસે સવારે મંત્ર પઠન સ્થાપિત દેવતાઓનું પૂજન ચંદીપાઠ પઠન સવારે બ્રહ્માણી માતાજીનો મહાઅભિષેક કરવામાં આવશે.બપોરે પાત્ર સાદન, મહાપૂજા ચંદીપાઠ હોમ સાહિત સાંજે માતાજી ની આરતી કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ગામ પાદરે ભવ્ય રાસ ગરબાની રમઝટ જામશે. જ્યારે ચતુર્થ દિવસ એટલે કે દશેરાના દિવસે સવાર થીજ હવન યોજસે સાંજે મંત્રોચ્ચાર સાથે હવનની પૂર્ણાહુતિ ગ્રામજનોની ઉપસ્થિતમાં કરવામાં આવશે ત્યાર બાદ માતાજીની મહાઆરતી કરાશે ત્યારબાદ સાંજે માતાજી ના હવન નો ભોજન પ્રસાદ ગ્રામજનો અને મહેમાનો લેશે.

ચાર દિવસીય રજત જયતી મહોત્સવના મુખ્ય યજમાન મગનભાઈ અમથાભાઈ પટેલ રહ્યા છે. જયારે પ્રથમ પાટલાના યજમાન આશિષભાઈ શંકરભાઈ પટેલ, બીજા પાટલાના યજમાન ગં સ્વ શોભનાબેન વાડીલાલ પટેલ, ત્રીજા પાટલાના યજમાન ડાયાભાઈ મંછાભાઈ પટેલ ,ચોથા પાટલાના યજમાન મગનભાઈ અમથાભાઈ પટેલ ,પાંચમા માં પાટલાના યજમાન અમરતભાઇ પટેલ રહ્યા છે. જયારે શોભાયાત્રાના યજમાન દીક્ષિતભાઈ ભગવાનભાઈ પટેલ, મહાભિષેકના યજમાન ભગવાનભાઈ કાળીદાસ પટેલ ,ધજા ના યજમાન શંકરભાઈ ઉમેદભાઈ , પાટણ લેઉવા પાટીદાર સમાજ સમૂહ ભોજન પ્રસાદના દાતા સ્વ ભગવાનભાઈ નાથાભાઈ પટેલ, તેમજ સમસ્ત રાજપુર ગામ અને કુવાસી ભોજન પ્રસાદના દાતા સ્વ કાળીદાસ મોરારભાઈ પટેલ ,તેમજ રાજપુર ગામ પટેલ પરિવારના ભોજન પ્રસાદ ના દાતા સ્વ મોહનભાઈ જોઇતાભાઇ પટેલ પરિવાર, તેમજ ચા ના દાતા સ્વ ચુનીલાલ કાલિદાસ પટેલ , પાણીના દાતા બ્રહ્માણી માતાજી યંગ ગ્રુપ તેમજ રાસ ગરબા પ્રસંગમાં નાસ્તાના દાતા સ્વ નાગરભાઈ વાલાભાઈ પટેલ, બગી તથા લાઈવ ડીજેના દાતા ભગવાનભાઈ કાલિદાસ પટેલ રહ્યા છે.આમ માતાજી ના રજત જયતી મહોત્સવ નિમિતે સમસ્ત ગામ જાણો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો માતાજી ના મંદિર સહિત સમસ્ત ગામ માં લાઈટીંગ થી સુશોભિત કરવામાં આવ્યું છે.તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...