મિલન:બ્રહમ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઈન-1098 ટીમે ગુમ થયેલા બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળક મળતાં પરિવારજનોએ ચાઈલ્ડ હેલ્પ લાઇન ટીમ અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્લી અનુદાનિત અને ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત ચાઈલ્ડ લાઈન-1098 પરિવારથી વિખુટા પડેલ 6 વર્ષના બાળકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવતાં પરિવારજનો દ્વારા સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગત તારીખ : 6/ 10/2021ના સાંજના સમયે જુનાગંજ વિસ્તારમાં એક 6 વર્ષનું બાળક તેની માતાથી વિખૂટું પડી ગયાની જાણ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઇન નંબર ઉપર જાણ કરવામાં આવતા ટીમ નાં સભ્યોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા બાળક રડતું અને ગભરાયેલ જોવા મળ્યું હતું. જેને ટીમ દ્વારા બાળકને વિશ્વાસમાં લઇ તેની સાથે વાતચીત કરી તેના પરિવાર વિશે જરૂરી માહિતી મેળવી હતી.

ચાઈલ્ડ લાઈન – 1098 ટીમ દ્વારા જુનાગંજ વિસ્તારમાં બાળક ના માતાની શોધખોળ કરતા બાળકનો પરિવાર મળી આવતાં બાળક અને તેની માતા અને પરિવારજનોના જરૂરી આધાર પુરાવા ચકાસીને બાળકને એ –ડીવીઝન પોલીસ સ્ટેસનનો સંપર્ક કરી પોલીસ કર્મચારીને સાથે રાખીને બાળ કલ્યાણ સમિતિ ( CWC ) પાટણ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ બાળકને તેના પરિવાર ને સોપવામાં આવતાં પરિવાર જનોએ ચાઈલ્ડ લાઈન ટીમના ચિરાગ ઠાકર , જયશિવ રાવલ અને પટેલ દર્શાલી સહિત પોલીસ સટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટીમ દ્વારા ૦ થી 18 વર્ષ સુધીના કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો મળી આવે તો – 1098 ઉપર સંપર્ક કરવા માટે નમ્ર અપીલ કરી ચાઈલ્ડ હેલ્પ લાઈન -1098 વિશે ત્યાં ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...