માંગ:પાટણ શહેરમાં ચાઈનિઝ ફટાકડાનો બહિષ્કાર, દેશી ફટાકડાની માંગ વધી

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફટાકડા બજાર વેપારી એસોસિએશન દેવી દેવતાના ફોટાવાળા ફટાકડા નહીં વેચે

પાટણમાં તહેવારમાં હિન્દુઓની લાગણી ન દુભાય માટે ફટાકડા એસોસિએશન દ્વારા સ્વેચ્છાએ હિન્દૂ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા આ વર્ષથી ન વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં એક પણ ચાઈનીઝ ફટાકડો વેપારીઓએ ન ખરીદ્યો હોવાનું જોવા મળ્યું હતુ. અને તમામ ફટાકડા સ્વદેશી જ ખરીદ્યા હતા. જેમાં માચીસ બૉમ્બ, પૉપ પૉપ, બટર ફ્લાય, હીરા કોઠી, 120 ધડાકા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને આ વર્ષે સમગ્ર ફટાકડા બજારમાં તમામ વેપારીઓ સ્વદેશી ફટાકડા જ વેચાણ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...