તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:પાટણના વદાણી પાસે બુટલેગરની ગાડી પલટી, પોલીસ પહોંચી તો ઈંગ્લીશ દારૂની 1823 બોટલ મળી આવી

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડી પલટી મારતા બુટલેગર ગાડી મુકી ફરાર થયો

પાટણના વદાણી પાસે ડીસા તરફથી આવી રહેલી બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કરતાં પોલીસથી બચવાના પ્રયાસમાં બુટલેગરે બેફામ ગાડી હંકારતાં ગાડી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો છે. સદનસીબે પોલીસ સ્ટાફ સહિત કોઈપણ વ્યક્તિને ઈજાઓ ન થતાં જાનહાનિ ટળી હતી. વાગડોદ પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ શુક્રવારે રાત્રે વાગડોદ પોલીસને બાતમી મળી હતી કે ડીસા તરફથી દારૂથી ખચોખચ ભરેલું એક પીકઅપ ડાલું જીજે 09 એયુ 4162 પાટણ તરફ જવાનું છે જેથી પોલીસે જંગરાલ નજીક નાકાબંધી કરી વૉચ ગોઠવી હતી. એટલામાં પીકઅપ ડાલું આવતાં પોલીસે તેને રોકવા પ્રયાસ કરતાં બુટલેગરે પીકઅપ ડાલુ થોભવાને બદલે દોડાવી મૂકતાં પોલીસે પોતાની ગાડીઓમાં પીકઅપ ડાલાનો પીછો શરૂ કરતાં પીકઅપ ડાલાના ચાલકે પોલીસથી બચવા બેફામ હંકારતાં વદાણી ગામ નજીક બુટલેગરની ગાડી પલટી મારી ગઈ હતી અને બુટલેગર ગાડીમાંથી નીકળીને નાસી છૂટ્યો હતો.

પોલીસ પણ તુરંત અકસ્માત સ્થળે પહોંચી ગાડીની તપાસ કરતાં તેમાં વિદેશી બ્રાન્ડનો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેની પોલીસે બાદમાં ગણતરી કરતાં કુલ 1823 નંગ દારની બોટલો થઈ હતી જેની કિંમત 6.24 લાખ રૂપિયા તથા પીકઅપ ડાલાની કિંમત 3 લાખ મળી કુલ 9.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપ ડાલાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...