ઠંડીને પગલે વૃદ્ધનું મોત:પાટણમાં હાડ થીજવતા શિયાળાએ લોકોને ધ્રુજાવ્યા, ચતુર્ભુજ બગીચામાં સુતા વૃદ્ધનું ઠુઠવાઈ જતા મોત

પાટણએક મહિનો પહેલા
  • પાટણના કોર્પોરેટરને જાણ થતા તેમણે એ ડિવિઝન પોલીસને જાણ કરી
  • પોલીસે તપાસ કરી વૃદ્ધની લાશને પીએમ માટે મોકલી આપી
  • ઠંડી સામે રક્ષણ મેળવા લોકો તાપણા અને સ્વેટરનો સહારો લેતાં જોવા મળ્યા
  • પાટણ સહિત પંથકમાં કડકડતી ઠંડીના ચમકારાની જનજીવન પર અસર

પાટણ સહિત સમગ્ર પંથકમાં ઠંડીનો જોરદાર ચમકારો વર્તાઈ રહ્યો છે. શિયાળાની મોસમ જામી હોય એમ કડકડતી ઠંડી શરૂ થતાં જનજીવન પર તેની અસરો જોવા મળી રહી છે. જો કે આ હાડ થીજવતી ઠંડીના કારણે શહેરના ચતુર્ભુજ બાગમાં સુઈ રહેલા એક વૃદ્ધનું ઠંડીમાં ઠુઠવાઈ જવાના કારણે મોત થયું હતું.

પાટણ શહેર સહિત પંથકમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળતા તેની અસર જનજીવન પર પડી રહી છે. ત્યારે શહેરના ચતુર્ભુજ બગીચામાં રહેતા એક વૃદ્ધનું કડકડતી ઠંડીમાં ઠુઠવાઈ જવાથી મોત થયું હતું. જેની જાણ પાટણ કોર્પોરેટર ભરત ભાટિયાને થતા તેમણે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ ઠંડી સામે રક્ષણ મેળવા લોકો તાપણા અને સ્વેટરનો સહારો લેતાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...