નિ: શુલ્ક નિદાન કેમ્પ:પાટણની ફતેહસિંહરાવ લાયબ્રેરી દ્વારા હાડકાની ઘનતા માપવાનો કેમ્પ યોજાયો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી દ્વારા મેયર ફાર્માના સહયોગથી વિનામૂલ્યે હાડકાની ઘનતા લેટેસ્ટ મશીનથી માપવા માટેનો કેમ્પ ડો.શૈલેષ બી. સોમપુરા, પીંપળાગેટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો 150 લોકોએ લાભ લઇ તપાસ કરાવી હતી જેમાં દરેકને શાંતિથી તપાસી જરુરીયાતવાળા દર્દીઓને રાહતદરે દવાઓ આપવામાં આવી હતી.

આ કેમ્પ ખાસ કરીને 40 વર્ષની ઉપરના તથા મેનોપોઝ પછી બહેનોમાં કેલ્શીયમ તથા મીનરલ્સની ઉણપ થાય છે તેનું નિદાન કરી હાડકા તથા સ્નાયુઓમાં દુઃખાવામાં રાહત મેળવી શકાય છે તેમજ હાડકા મજબૂત બનાવી શકાય છે.

આ કેમ્પમાં પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા, મંત્રી મહાસુખભાઇ મોદી, ખજાનચી રાજેશભાઇ પરીખ, સુરેશભાઇ દેશમુખ, નગીનભાઇ ડોડીયા, સુનિલભાઇ પાગેદાર, વાસુભાઇ ઠકકર, ચેતનભાઇ દેસાઇ, મુકેશભાઇ યોગી, અશ્વિનભાઈ નાયક, ત્રિભોવનભાઈ તથા કંપનીમાંથી રવિ પટેલ તથા વિનોદ પંચાલ વગેરે ઉપસ્થિત રહી સુંદર સેવા સહયોગ પુરો પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...