તપાસ:વારાહીમાંથી બોગસ ડોક્ટર ઝબ્બે, ઇન્જેકશનો દવાઓ ગોળીઓ તેમજ બિપી માપવાનું સાધન જપ્ત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં તબીબોનો પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે વારાહીમાંથી રવિવારે પોલીસે અેક મેડીકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર ઝડપી પાડ્યો હતો. અા અંગે વારાહી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સાંતલપુર તાલુકા મુથક વારાહી ખાતે આવેલ જેમલજી કોમ્પલેક્ષની બાજુમાં આવેલ ગલીમાંની દુકાનમાં બેસી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફીકેટ વગર ડોક્ટર બની બેઠેલા મન્સુરી હારૂનઅલરસીદ સુલેમાનભાઈ રહે.વારહીને બીમાર દર્દીઓને તપાસી ઓલોપેથીક દવા તથા ઇન્જેક્શનો આપી અા વિસ્તારના પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હોવાની બાતમી અાધારે વારાહી પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યો હતો.

તેની પાસેથી ઇન્જેકશનો દવાની ગોળીઅો તેમજ સ્ટેથોસ્કોપ અને બિપી માપવાનું સાધન મળી કુલ રૂ.1309ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અા અંગે વારાહી પોલીસ મથકે અોષધ અભ્યાસ અધિનિયમ મુજબ ગુનો નોંધો હતો તેની તપાસ અધિકારી પીઅેસઅાઇ ડી.કેે.ચૌધરી જણાવ્યુ હતુ કે ઝડપાયેલા ડિગ્રી વગરના ડોક્ટર વધુ પૂછપરછ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...