તપાસ:સાંતલપુરના પર નજીક યુવકની લાશ મળી, હત્યા થયાનો પરિવારનો આક્ષેપ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનોએ લાશ ન સ્વીકારતા કોલ્ડરૂમ મહેસાણા ખસેડાઇ, હત્યાનો ગુનો દાખલ કરવા માંગ
  • 10 દિવસથી ગુમ કીડીયાનગરના યુવકની ખેતરમાંથી ફાંસો ખાધેલી કોહવાયેલી લાશ મળી હતી

સાંતલપુર તાલુકાના પર ગામ નજીકથી કીડીયાનગરના સોમાણી વાંઢના યુવકની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી હતી. પોલીસ દ્વારા લાશની મોબાઈલ અને કપડાના આધારે ઓળખ કરી હતી અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે શંકાશીલ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી અને લાશ સ્વીકારી નહોતી પરિવારજનો દ્વારા લાશનો સ્વીકાર કરવાંમાં નહિ આવતા લાશને પોલીસ દ્વારા મહેસાણા ખાતે ખસેડવામાં આવી હતી.

પર ગામ નજીક ખેતરમાંથી ફાંસો ખાધેલી કોહવાયેલી લાશ કીડીયાનગરના નરેન્દ્ર ઠાકોર નામના દસ દિવસ પહેલા ગુમ થયેલ યુવકની હોવાની ઓળખ થવા પામી હતી. અને પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારજનો સાંતલપુર રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા પરિવારજનો દ્વારા યુવકની મળેલી લાશ મામલે યુવકની હત્યા કરવામાં આવી હોવાની અને હત્યામાં ચાર જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી

બીજી તરફ પોલીસે યુવકની મળેલી લાશ હત્યા છે કે આત્મહત્યા તે બાબતે પંચનામું કરી પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને લાશના નમૂનાઓ લઈને તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા હતા અને પોલીસ તપાસ હાથ ધરી હતી જ્યારે કે પરિવારજનોએ લાશને જામનગર વધુ તપાસ અર્થે મોકલવા માંગ કરી હતી અને યુવકની લાશ મળ્યાના 48 કલાક બાદ પણ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં નહિ આવતા લાશ બાબતે અનેક રહસ્યો ઘેરાયા હતા જ્યારે કે પરિવારજનો દ્વારા ચાર જેટલા શંકાશીલ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી.

તપાસ ચાલુ છે : ડી.કે.ચૌધરી,પીએસઆઇ
સાંતલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.કે.ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાશનો કબ્જો લઈ લાશનું પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે લાશના નમૂનાઓ સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યા છે. યુવકની લાશ કોહવાયેલી છે એટલે પ્રથમ દ્રષ્ટિએ જાણી શકાય તેમ નથી કે હત્યા છે આત્મહત્યા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાશે પરિવારજનોએ લાશનો સ્વીકાર નહિ કરતા લાશને મહેસાણા રીફર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...