ચોમાસું બચાવ કામગીરી:પાટણ ફાયર શાખા દ્વારા બોટની મરામત, નવા લાઈફ જેકેટ વસાવવા દરખાસ્ત કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા ફાયર શાખામાં ચોમાસું બચાવ કામગીરી માટે બોટની ચકાસણી. - Divya Bhaskar
પાલિકા ફાયર શાખામાં ચોમાસું બચાવ કામગીરી માટે બોટની ચકાસણી.
  • જિલ્લા તંત્રની સૂચના અનુસાર પ્રિમોન્સૂન સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો

પાટણ શહેર અને જિલ્લા તંત્ર દ્વારા આગામી ચોમાસાને લઈને પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. નગરપાલિકા ફાયર કચેરી દ્વારા જિલ્લા તંત્રની સૂચના અનુસાર સીટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવીને તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. ફાયર શાખામાં 12 કર્મચારીઓની ટીમ ચાલુ સાલે તૈનાત છે,જેમાં ફાયર ઓફિસરથી માંડી ફાયરમેન સહિતના કર્મચારીઓ તરણ અને બચાવ કામગીરી માટે તાલીમબદ્ધ હોવાથી ચોમાસામાં ઝડપી સેવા મળી રહેશે.

ફાયર શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર જિલ્લા તંત્રની સૂચના મુજબ સીટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે જેમાં બે પૈકી એક બોટ મેઇન્ટેનન્સ કરવી જરૂરી છે. બોટનું મેઇન્ટેનન્સ અમદાવાદ અથવા વડોદરા ખાતે થઈ શકે છે. આ ઉપરાંત પાંચ જેટલા લાઈફ જેકેટ અને લાઈફ રીંગ ઉપલબ્ધ છે. જોકે એક બોટમાં 11 જેકેટ રાખવા જરૂરી હોય બીજા વધારાના જેકેટ માટે નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...