હવામાન ખાતાની આગાહીના પગલે શનિવારની બપોર બાદ પાટણ શહેર સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા હતા સુસવાટા બંધ પવન અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે ગાજવીજ સાથે બરફના કરા નો વરસાદ વરસતા પાટણ શહેર સહિત જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાવા પામી હતી. પાટણ જિલ્લામાં પાટણ ,સાંતલપુર, રાધનપુર શંખેશ્વર શંખેશ્વર ચાણસ્મા સહિતના પંથકમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાતા ખેડૂતો વિમાસણમાં મુકાયા હતા તો પાટણ શહેરમાં બી એમ હાઇસ્કુલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા પાટનગર પાલિકા વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા ને જાણ કરાતા તેઓએ તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર ને જાણ કરી વાહન શાખામાંથી ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો મારફતે સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર નીકાળ્યા હતા તો પાટણ શહેરના રેલવે ગનાળા નીચે પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.
શહેરના અન્ય વિસ્તારો પણ જળબંબાકારની સ્થિતિમાં ગરક થઈ જવા પામ્યા હતા શહેરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારથી લીલી વાડી સુધીના માર્ગ પણ ઢીંચણ સમાણા પાણી માર્ગો પર ફરી વળતા વાહન ચાલકોને ભારે યાતનાઓ ભોગવી પડી હતી. કમોસમી માવઠા ને લઈ જગત ના તાત દ્વારા વાવેતર કરાયેલ ઘઉં, ઇસબગુલ,એરંડા, જીરું સહિત ના પાકમાં નુકસાન થવાની ભીતી સાથે જગતનો તાત પણ વિમાસણમાં મુકાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.