તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Blood Donation Camp Was Held At Shishumandir School Complex In Patan, 31 Bottles Of Blood And 3 Bottles Of Plasma Were Collected.

રક્તદાન:પાટણની શિશુમંદિર શાળા સંકૂલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો, 31 બોટલ બ્લડ અને 3 બોટલ પ્લાઝમા એકત્ર થયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અપીલ બાદ આજે રકતદાન કેમ્પ યોજાયો

કટોકટીના આ સમયે 18થી 45 વર્ષના યુવાનો કોરોના રસીકરણ પહેલા રકતદાન અને જો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયેલા વ્યક્તિઓ પ્લાઝમા આપે તો કોઈ વ્યક્તિની જિંદગી બચાવી શકાય છે. ત્યારે માનવતા માટેના આ મહાદાન માટે પાટણ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અપીલ બાદ આજે યોજાયેલા રકતદાન કેમ્પમાં સામાજિક અંતર સાથે યુવાઓએ રકતદાન કરી સમાજસેવા કરી છે. જેમાં 31 બોટલ બ્લડ અને 3 બોટલ પ્લાઝમા એકત્ર થયું છે.

રસી પહેલા યુવાઓને રકતદાનની અપીલ કરાઇ

પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા શિશુમંદિર શાળા સંકૂલ ખાતે આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 18 થી 45 વર્ષના યુવાઓને રકતદાન અને પ્લાજમા દાન આપવાની અપીલ કરતાં 100 થી વધુ લોકોએ આ અંગે પોતાની રકતદાન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આજે આ રકતદાન કેમ્પ શિશુમંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પને જિલ્લા સંઘચાલક નિખિલભાઈ ખમાર, નગર સંઘચાલક નિરંજનભાઈ, ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ જગદીશભાઇ, મહેસાણા વિભાગ સંઘચાલક નવીનભાઈ સહિતે દીપ પ્રાગટ્ય કરી રકતદાન કેમ્પને શરૂ કરાવ્યો હતો. જેમાં 31 બોટલ રકતદાન થયું અને ૩ બોટલ પ્લાઝમા પણ મળ્યું હતું.

સમાજમાં આજે રક્ત અને પ્લાજમાની જરૂર છે
રકતદાન કરનાર યુવાન સચિન પટેલે જણાવ્યું હતું કે સમાજમાં આજે રક્ત અને પ્લાજમાની જરૂર છે. ત્યારે યુવા આગળ આવી પહેલા રકતદાન પછી રસીકરણના સૂત્રને સાર્થક કરવાની અપીલ કરી હતી. સાથે સાથે રકતદાન કરીને જતાં યુવાઓને એક માટીનું કૂંડું અને પક્ષીઓ માટે માટીનું ઘર પણ આપવામાં આવ્યું જેથી કરીને અન્ય પક્ષીઓને પણ સંકટની ઘડીમાં ભૂલી ન જઈએ અને જીવસૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે.

અન્ય સમાચારો પણ છે...