પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનને સાત વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી. જ્યારે કોરોના મહામારીમાં અસહાય બનેલા પાટણ શહેરનાં જરૂરીયાતમંદ ફોટાગ્રાફર આર્થીક રીતે ફરીથી પગભર બને તે હેતુથી અને પાટણ શહેરનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને એકટિવ ગૃપ-પાટણ તથા રિલાયન્સ ફાઉન્ડેશનનાં સહયોગથી રાશનકીટ, માસ્ક તથા સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપ સરકારનાં સુશાસનના સાત વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેને લઈ બુધવારે ભાજપ યુવા મોરચા પાટણ-સરસ્વતી તાલુકાના સંયુકત ઉપક્રમે રકતદાન એજ મહાદાનના સૂત્રને સાર્થક કરવા રેડક્રોસ ભવન ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 61 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
જેમાં ભાજપનાં તાલુકા- જિલ્લાના પદાધિકારીઓ અને હોદ્દારોએ ઉપસ્થિત રહીરકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ રકતદાન શીબીરમાં રોટરી કલબ ઓફ પાટણના ડો.બાબુ ભાઈ પ્રજાપતિ, પ્રમુખ રણછોડભાઇ, ઘનશ્યામભાઇ પટેલ દ્વારા રકતદાતાઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં સમી, હારીજ, ચાણસ્મા, રાધનપુર સહિતના સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે અને હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં જરૂરિયાત મંદ લોકોને આ બ્લડ આપવામાં આવશે.
એક્ટિવ ગૃપ અને રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રાસનકીટ વિતરણ કરાઈ
કોવિડ 19 મહામારી લોકડાઉનની ગંભીર પરિસ્થિતિમાં આર્થીક રીતે અસહાય બનેલા પાટણ શહેરનાં જરૂરીયાતમંદ ફોટાગ્રાફર આર્થીક રીતે ફરીથી પગભર બને તે હેતુથી અને પાટણ શહેરનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને એકટિવ ગૃપ-પાટણ તથા રિલાયન્સ ફાઉન્ડેશનનાં સહયોગથી રાશનકીટ, માસ્ક તથા સેનેટાઈઝરનું વિતરણ કરી જરૂરીયાતમંદ લોકોને પ્રોત્સાહિત કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઊપસ્થિત રહેલ જિલ્લાના કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીનું એકટિવ ગૃપના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને એકટીવ ગ્રુપ સલાહકાર દિલીપભાઈ પટેલ દ્વારા સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, કોરોના મહામારીમાં સમગ્ર એનજીઓનું સંકલન કરી સમગ્ર એનજીઓને જોડનાર એવા એનજીઓના નોડલ ઓફિસર શૈલેષભાઈ પટેલનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, કોરોના મહામારીમાં સમગ્ર પાટણ શહેરમાં ભોજન પૂરું પાડનાર શ્રી રામ રહીમ ટ્રસ્ટના ટ્રસ્ટી યતીનભાઈ ગાંધી, દિલીપભાઈ સુખડીયા સહિત પાટણ રસીકરણની જવાબદારી સંભાળનાર ડો.જિનીયશભાઈ મોદી, કોરોના મહામારી ના સમયે સમગ્ર પાટણ શહેર તથા પાટણ જિલ્લાને ઓક્સિજન પૂરું પાડનાર સંખારી ઓક્સિજન પ્લાન્ટના માલિક મહેશભાઈ સાંડેસરા, ભૌમીકભાઈ સાંડેસરા સહિત લોકોનું કલેકટર ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું,
રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પાટણ શહેર અને જિલ્લા માટે રાશનકીટ પૂરી પાડનાર રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈનું વિનામૂલ્યે ગમે તે સમાજના કોરોના મહામારીમાં મૃતક પામનાર મૃતકના અગ્નિસંસ્કાર કરનાર સેવાકીય સંસ્થા માનવ સેવા સંસ્થા ના કાર્યકર્તા આશિષભાઈ રાવલ, મંન્થન રાવલનું કલેકટર સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં દાતા રજનીભાઈ સાંડેસરા,એકટિવ ગૃપનાં સલાહકાર દિલીપભાઈ પટેલ, ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, એકટિવ ગૃપ પાટણનાં પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, એકટીવ સલાહકાર મૌલિકભાઈ સુખડીયા, તથા એકટિવ ગૃપનાં હોદેદાર તથા એકટિવ ગૃપના સભ્યોએ સમયસર ઉપસ્થિત રહ્યા હતા કોરોના મહામારીમાં કાર્ય કરનાર નાનામાં નાની સંસ્થાઓના કાર્યક્રમની નોંધ લીધી હતી, કાર્યક્રમનું સંચાલન એકટિવ ખજાનચી દિનેશભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમની આભારવિધિ મુકેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.