ત્રિવિધ કાર્યક્રમ:સરસ્વતીના અજીમણા ગામ ખાતે બલ્ડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનુભાવોના હસ્તે દેસાઈ મગનભાઈ કેશરાભાઈ પ્રવેશ દ્વારને ખુલ્લો મુકવામાં આવ્યો આ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો

સરસ્વતી તાલુકાના અજીમણા ગામે રવીવારના રોજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દેસાઈ મગનભાઈ કેશરાભાઈ પ્રવેશ દ્વારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ મળી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અજીમણા ગામે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમની શરૂઆતમાં ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતાં દેસાઈ મગનભાઈ કેશરાભાઈ પ્રવેશ દ્વારનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે રિબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામની શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્ધબોધન કરી પાટણની લાયન્સ કલબ અને રેડકોર્ષ સોસાયટીના સૌજન્યથી લાયન્સ સભ્ય રાજુ હરગોવનભાઈ દેસાઈના જન્મ દિન નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

અજીમણા ગામે સૌ પ્રથમ વખત આયોજિત કરવામાં આવેલા આ બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં પાટણના જાણીતા તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી.

પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડ દેસાઈ, કમલીવાડા ગામના વિક્રમ ભુવાજી, પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન દશરથ પટેલ, લાયન્સ ક્લબના ધર્મેશ સોની, મુકેશ જે.પટેલ, ઈસી સભ્ય શૈલેષ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અજીમણા ગામે આયોજીત આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત અજીમણા ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...